મુંબઇ પોલીસને ધમકી ભર્યો કોલ, સીમાને પાકિસ્તાન મોકલો નહીં તો 26/11 જેવા હાલ થશે

PUBG ગેમ રમતા રમતા નોઇડાના યુવક સાથે પ્રેમમા પડેલી અને પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અત્યારે દેશભરના મીડિયામાં છવાયેલી છે. મુંબઇ પોલીસને એક ધમકી ભર્યો કોલ મળ્યો છે કે સીમાને પાકિસ્તાન મોકલો નહીં તો પછી મુંબઇમાં 26/11 વખતે જે હાલ થયેલા તેના માટે તૈયાર રહેજો.

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો છે. ફોન કરનારે ઉર્દૂ ભાષામાં કહ્યું કે જો સીમા હૈદર પાકિસ્તાન પરત નહીં ફરે તો ભારતે 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવું પડશે, અને તેની પાછળ ઉત્તર પ્રદેશ સરકાર જવાબદાર છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ, આ કોલ 12 જુલાઈના રોજ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો હતો, ત્યારબાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. આ પહેલા પણ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને આવા ઘણા કોલ મળી ચૂક્યા છે.

ભારતના યુવાના સાથેના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સીમા હૈદર પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈસમાબાદની રહેવાસી છે. દસ્તાવેજો અનુસાર તેના લગ્ન 2014માં ગુલામ રઝા સાથે થયા હતા. તેને ચાર બાળકો છે. 2019માં ગુલામ હૈદર કામના સંબંધમાં સાઉદી અરબ ગયો હતો. ત્યાંથી તેણે સીમાને પૈસા મોકલવાનું શરૂ કર્યું. સીમાના કહેવા પ્રમાણે, તે 2019 પછી ક્યારેય ઘરે પરત ફર્યો નથી.

આ દરમિયાન વર્ષ 2020માં સીમાની દોસ્તી PUBG ગેમ દ્રારા ગ્રેટર નોઇડાના જેવરના એક ગામમાં રહેતા સચિન સાથે થઇ હતી અને એ પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

તે 10 માર્ચે સીમા નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે બંનેએ નેપાળમાં જ એક મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પાકિસ્તાન પરત ફરી હતી,પરંતુ સીમા સચિન સાથે રહેવા માંગતી હતી, તેથી 10 મેના રોજ તે તેના ચાર બાળકો સાથે કરાચી શહેરથી શારજાહ પહોંચી. પછી અહીંથી ફ્લાઈટ મારફતે કાઠમંડુ પહોંચી હતી. એ પછી ખાનગી કાર દ્વારા કાઠમંડુથી પોખરા પહોંચી હતી.

આ પછી તેણે પોખરાથી દિલ્હી બસ લીધી. સચિન રસ્તામાં નોઈડામાં તેની રાહ જોઈ રહ્યો હતો. સીમા 13 મેના રોજ નોઈડા આવી હતી.અહીંથી સચિન તેને રબુપુરા વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં બંને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આ અંગે પોલીસને જાણ થતાં બંનેની 4 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. જો કે હાલ બંને કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.