પાડોશીની દીકરી સાથે દીકરાના અફેર પર મુસ્લિમ દંપતીને માર મારીને પતાવી દીધું

ઉત્તર પ્રદેશના સીતાપુરથી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘટના શુક્રવારે સાંજે (18 ઑગસ્ટના રોજ) 05:00 વાગ્યાની બતાવવામાં આવી રહી છે. જ્યાં પાડોશીઓએ જ ઘર બહાર બેઠી મુસ્લિમ દંપતીની લાકડી અને લોખંડના રૉડથી મારી મારીને હત્યા કરી નાખી. ઘરમાં એ સમયે 11 વર્ષનું છોકરો પણ ઉપસ્થિત હતો. સનસનીખેજ ઘટનાને જોઈને છોકરાએ ભાગીને કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો. આ આખો મામલો પ્રેમ પ્રસંગના કારણે અરસપરસના ઝઘડાનો બતાવવામાં આવી રહ્યો છે.
પીડિત મુસ્લિમ દંપતીનો દીકરી શૌકત લગભગ 2 વર્ષ અગાઉ આરોપીઓની દીકરી રૂબી સાથે ભાગી ગયો હતો. એ સમયે રૂબી સગીર હતી. છોકરીના પરિવારજનોએ તેના પર શૌકત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો, ત્યારબાદ પોલીસે શૌકત પર સગીર છોકરીને ભગાવવાની ચાર્જશીટ દાખલ કરી. પોલીસે તપાસ કરીને શૌકતની ધરપકડ કરીને જેલ મોકલી આપવામાં આવ્યો. શૌકત જેલમાં રહેવા દરમિયાન રૂબીના માતા-પિતાએ તેના લગ્ન કરાવી દીધા.
થોડા સમય બાદ શૌકત જેલથી બહાર આવ્યો અને જૂન મહિનામાં તે ફરી પરિણીત રૂબીને ભગાવી લઈ ગયો. આ ઘટના બાદ રૂબીના પરિવારજનોએ ફરી એક વખત શૌકત વિરુદ્ધ બહેકવીને ભગાવી લઈ જવાનો કેસ નોંધાવ્યો, પરંતુ હવે રૂબી પુખ્તવયની થઈ ચૂકી હતી અને તેણે પોતાનું નિવેદન શૌકતના પક્ષમાં આપ્યું. રૂબીના નિવેદનના કારણે શૌકત પર કોઈ દોષ સિદ્ધ ન થઈ શક્યો. થોડા દિવસ બાદ એક જૂના વિવાદમાં શૌકતને ફરી જેલ જવું પડ્યું હતું.
ગયા બુધવારે જ તે જેલથી છૂટીને આવ્યો હતો. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે શૌકત ફરીથી ત્રીજી વખત રૂબીને લઈને ફરાર થઈ ગયો, જેથી તંગ આવીને છોકરીના પિતા રામપાલ અને તેના પરિવારજનોએ અબ્બાસ અને તેની પત્નીને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. પોલીસ અધિક્ષક સીતાપુર, ચક્રેશ મિશ્રએ કહ્યું કે, કાલે સાંજે થયેલા ડબલ મર્ડર કેસમાં કલમ 302 અંતર્ગત FIR નોંધવામાં આવી છે, જેમાં 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ વ્યક્તિઓમાં મુખ્ય આરોપી શૈલેન્દ્ર જયસ્વાલ, અમરનાથ અને પલ્લૂને કસ્ટડીમાં લઈ લેવાં આવ્યા છે. અન્ય બે લોકોની ધરપકડના પ્રયાસ ચાલી રહ્યા છે.
ઘટનાની જાણકારી મળતા ઘટનાસ્થળ પર SP, ASP, CO સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ શરૂ કરી દીધી. ગામમાં ભારે સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરી દીધું છે. ઘટના બાદ શૌકત અને રૂબી ગુમ છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. મૃતક દંપતિની 3 સગીર દીકરીઓ હાલમાં પાડોશીઓ અને પોલીસ સંરક્ષણમાં છે. ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રએ જણાવ્યું કે, બંને પરિવારોમાં પ્રેમ પ્રસંગને લઈને વિવાદ હતો. આરોપી પરિવારની છોકરી સાથે અબ્બાસનો પુત્ર ભાગી ગયો હતો. આ ઘટનામાં કેસ પણ થયો હતો. આરોપીઓની ધરપકડ માટે 4 ટીમ લગાવી દેવામાં આવી છે. ગામમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા પોલીસ તૈનાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp