હૉટલમાં રોકાયું હતું કપલ, પડદા પર પડી મહિલાની નજર તો હોશ ઊડી ગયા

PC: aajtak.in

મધ્ય પ્રદેશના ઇન્દોરની એક હૉટલમાં શરમજનક ઘટના થઇ છે. અહીં કોલકાતાથી આવેલું કપલ એક રૂમમાં રોકાયું હતું. મહિલા રૂમમાં તૈયાર થઇ રહી હતી. ત્યારે તેની નજર પડદા પર પડી અને તેના હોશ ઊડી ગયા. તેણે જોયું કે પડદા પાછળ ત્રણ યુવક ઊભા હતા. ઇન્દોરના ભંવરકુઆ પોલીસ સ્ટેશન વિસ્તરમાં સોલારિસ હૉટલ છે. અહીં કોલકાતાથી પતિ-પત્ની આવીને રોકાયા હતા. પતિ કોઇ કામથી નીચે ગયો હતો અને મહિલા પોતાની રૂમમાં તૈયાર થઇ રહી હતી.

આ દરમિયાન હાઉસ કીપિંગ સ્ટાફના 3 યુવક પડદા પાછળથી તેને જોઇ રહ્યા હતા. જેવી જ મહિલાની નજર તેમના પર પડી, તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. ત્રણેય યુવક તેને તૈયાર થતા જોઇ રહ્યા હતા. બીજી તરફ યુવકોની આ ધૃણાસ્પદ હરકત CCTVમાં કેદ થઇ ચૂકી હતી. મહિલાની ફરિયાદ પર CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા તો તેમાં ત્રણેય યુવક દેખાયા. મહિલાએ આ ઘટનાને લઇને ભંવરકુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભંવરકુઆ પોલીસ સ્ટેશનના પ્રભારી શશિકાંત ચૌરસિયાનું કહેવું છે કે, પોલીસ આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરીને 3 લોકોને ડિટેન કર્યા છે આ અગાઉ ગયા વર્ષે ઉત્તર પ્રદેશના નોએડામાં હિડેન કેમેરાની મદદથી હૉટલની રૂમમાં રેકોર્ડિંગ કરવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ કેસમાં 2 લોકોની ધરપકડ પણ કરી હતી. આરોપ છે કે આ લોકો હૉટલમાં રોકાતા લોકોનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરતા હતા.

આરોપીઓએ પહેલા હૉટલ રૂમ બુકિંગ કરી હતી અને પછી તેમાં કેમેરા પ્લાન્ટ કર્યા હતા. કેમેરા એ પ્રકારે છુપાવવામાં આવ્યા હતા કે કેમરાની સફાઇ કરનારા સ્ટાફને પણ ખબર પડી નહોતી. જો તમે પણ કોઇ હૉટલમાં રોકાવ છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખીને આ પ્રકારની કોઇ સ્થિતિથી બચી શકો છો. આવો તો જાણીએ કઇ વાતોનું તમારે ધ્યાન રાખવું જોઇએ. કોઇ પણ કેમરાને મોટા ભાગે રૂમ ડેકોરમાં છુપાવવામાં આવે છે. તો કેમેરામાં રાખેલ સ્પિકર, એલાર્મ ક્લોક કે પછી કોઇ અન્ય સજાવટી વસ્તુઓમાં કેમેરા છૂપાયેલા હોય શકે છે.

એવામાં તમારે રૂમમાં રાખવામાં આવેલી આ પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ. હોમ ડેકોર સિવાય તમારે ટી.વી. અને સેટ ટોપ બોક્સ પણ ચેક કરવું જોઇએ. એ સિવાય તમારે પાવર શોકેટ, હેર ડ્રાયર, ફાયર એલાર્મ જેવી જગ્યાઓ પણ ચેક કરવી જોઇએ, તેમાં પણ કેમેરા સંતાડેલા હોય શકે છે. કેટલીક વખત તો બાથરૂમના શૉવરમાં પણ કેમેરા છુપાવવામાં આવે છે. નાઇટ વિઝન કેમેરા માટે તમે લાઇટ્સ ઓફ કરીને ચેક કરી શકો છો. એમ કરવા પર કેમેરામાંથી સામાન્ય લાઇટ્સ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp