કાકાના લગ્નમાં પહેરવા કપડા લેવા ગયેલા 3 ભત્રીજાઓને ટ્રકે કચડી માર્યા

PC: patrika.com

જયપુર સહિત આખા રાજસ્થાનમાં આજે મોટી સંખ્યામાં અકસ્માત થઈ રહ્યા છે. રામનવમીના અવસર પર સમૂહ લગ્નમાં પણ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે, પરંતુ લગ્નના ખુશીના માહોલમાં જયપુર જિલ્લાથી એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે. જે કાકાના લગ્નમાં જવા માટે ભત્રીજા નવા કપડાં લેવા ગયા હતા, એ ભત્રીજા જ કાકાના લગ્નમાં સામેલ નહીં થઈ શકે. ત્રણેય ભત્રીજાઓના લગ્નના એક દિવસ અગાઉ મોત થઈ ગયા. જાન નીકળવાના થોડા કલાકો અગાઉ ત્રણેયને એક જ ચિતા પર અંતિમ વિદાઇ આપવામાં આવી.

કાલે રાત્રે ત્રણેયના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે અને આજે દુઃખદ માહોલમાં લગ્ન ખૂબ જ સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે. ઘટનાક્રમ જયપુર જિલ્લાના કોટપૂતળી વિસ્તારની છે. કોટપૂતળી નજીક સ્થિત પનિયાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર-દિલ્હી હાઇવે પર માલપુરા ગામની જનીક એક દુર્ગંધવાળા ટ્રકે રોડ કિનારે ઊભા ત્રણ યુવકોને કચડી નાખ્યા. તેમના શરીરના ચીથરે-ચીથરા થઈ ગયા. ટ્રક ચાલક ટ્રકને ત્યાં જ છોડીને ભાગી ગયો. જાણકારી મળી રહી છે કે છોકરા કોટપૂતળી વિસ્તારના એક જ પરિવારના છે.

તેમની ઉંમર 20-22 વર્ષ વચ્ચે હતી. તેમના નામ વિક્રમ, અભિષેક અને દેશરાજ હતા. ત્રણેયના કાકા યોગેશના આજે લગ્ન હતા અને ત્રણેય લગ્ન માટે જ કપડાં લેવા માટે લગભગ 30 કિલોમીટર દૂર બહરોડ બજાર ગયા હતા. તેઓ રોડ કિનારે બાઇક રોકીને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન બુધવારે બપોરે તેમને ટ્રકે કચડી દીધા. ઓળખ કર્યા બાદ જ્યારે પોલીસે ઘર પર ફોન કર્યો તો પરિવારજનોના હોશ ઊડી ગયા. ત્રણેય શબોને શબગૃહમાં રાખવામાં આવ્યા હતા અને દુઃખના માહોલમાં રાત્રે જ ત્રણેયન અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. જે નવા કપડાં તેઓ પોતાના કાકાના લગ્ન માટે લઈને આવી રહ્યા હતા, લોહીથી ખરડાયેલા કપડાં જ હવે દીકરાઓની છેલ્લી નિશાની છે.

તો રામનવમીના અવસર પર મંદિરમાં મોટો અકસ્માત થઈ ગયો છે.  ઇન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં હવન બાદ કન્યા પૂજન ચાલી રહ્યું હતું. આ દરમિયાન છત ધસી ગઈ અને ત્યાં ઉપસ્થિત 50 કરતા વધુ લોકો તેમાં પડી ગયા. અકસ્માતમાં 11 લોકોના મોત થવાની જાણકારી મળી રહી છે. જો કે, પ્રશાસને અત્યારે મોતના આંકડાઓનો ખુલાસો કર્યો નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે અકસ્માતની ભયાનકતા જોઈને લાગી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp