વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે દુર્લભ પ્રજાતિ સાંપોના ઝેરની તસ્કરી પકડાઇ
ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવન કરોડો કૃષ્ણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો ખોટા કામ કરવાથી ઉપર આવતા નથી. વૃંદાવનમાં દુર્લભ પ્રજાતિના સાંપોનું ઝેર કાઢીને તસ્કરી કરવામાં આવી રહી છે અને તેનું ગેરકાયદેસર વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા મેનકા ગાંધીની NGO પીપલ ફોર એનિમલ્સની ફરિયાદ પર વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પરથી 4 બ્લેક કોબરા અને 4 અજગરોને રેસ્ક્યૂ કર્યા છે.
આ મામલે 4 લોકો વિરુદ્ધ વન્યજીવ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી 3 સાંપ તસ્કરોની ધરપકડ કરી છે. પશુઓ માટે કામ કરી રહેલી સંસ્થા પીપલ ફોર એનિમલ (PFA)માં એનિમલ વેલ્ફેર અધિકારી ગૌરવ ગુપ્તાને સૂચના મળી કે વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે કેટલાક વન્ય જીવ તસ્કર કોબરા સાંપોને પકડીને તેનું ઝેર કાઢી રહ્યા છે અને ગેરકાયદેસર વેંચી રહ્યા છે.
દુર્લભ પ્રજાતિના અજગરોને કરોડો રૂપિયામાં વેંચવામાં આવે છે. બાતમીના આધાર પર સંસ્થાની ટીમે પોલીસ અને વન વિભાગની ટીમને તેની જાણકારી આપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પરથી 3 સાંપ તસ્કરોની ધરપકડ કરી છે. વન વિભાગે તેમના કબજામાંથી 4 અજગર અને 4 કોબરા સાંપ જપ્ત કર્યા છે. પોલીસ પૂછપરછમાં 3 તસ્કરોમાંથી એકે ખુલાસો કર્યો કે તેઓ સાંપનું ઝેર ગાઝિયાબાદના રહેવાસી નિખિલ સિસોદિયા નામના વ્યક્તિને વેંચે છે.
આ મામલે NGOના અધિકારી ગૌરવ ગુપ્તા ફરિયાદ પર પોલીસે 3 તસ્કર સતપાલ, શ્યામનાથ અને પપ્પુનાથ બસઈ, (રહે. શેરગઢ મથુરા) અને ઝેર ખરીદનાર નિખિલ સિસોદિયા વિરુદ્ધ વન્ય જીન સંરક્ષણ અધિનિયમ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 9, 39, 50, 51 અને 11 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી વિજય કુમાર સિંહે જણાવ્યું કે, બાંકે બિહારી મંદિર ક્ષેત્રથી 3 સાંપ તસ્કરોની 4 અજગર અને 4 કોબરા સાંપ સાથે ધરપકડ કરવામાં આવી. તેમની વિરુદ્ધ PFA સંસ્થાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે ચોથા વ્યક્તિની તપાસ શરૂ આ દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp