3 આતંકી પાકિસ્તાનથી મુંબઇ આવ્યા છે, કંટ્રોલમાં ફોન આવ્યો, નામ, નંબર પણ આપ્યા

મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમ પર એક વ્યકિતએ ફોન કરીને કહ્યું કે, પાકિસ્તાનથી 3 આતંકવાદી દુબઇ થઇને મુંબઇ આવ્યા છે અને એક આતંકવાદીનું નામ, ગાડી નંબર, મોબાઇલ નંબર સહિતની માહિતી ફોન કરનારે આપી હતી. આ ફોનને કારણે મુંબઇ પોલીસ દોડતી થઇ ગઇ છે. મુંબઇમાં 26/11ના હુમલા પછી પોલીસ વધારે ચોકન્ની થઇ ગઇ છે અને કોઇ પણ ઇનપૂટને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવે છે.

મુંબઇ પોલીસને ફોન કરનારે પોતાનું રાજા ઠોંગે હોવાનું કહ્યું હતું. રાજા ઠોંગેએ પોલીસ કંટ્રોલને ફોન કરીને માહિતી આપી હતી કે, 7 એપ્રિલે, શુક્રવારે 3 આતંકવાદી મુંબઇ આવ્યા હતા. ફોન કરનારે પોલીસને કહ્યું હતું , જેમાંથી એકનું નામ મુજબ સૈયદ છે અને તેની કાર અને મોબાઇલ નંબર પણ પોલીસને આપ્યા હતા. કંટ્રોલ પર ફોન આવ્યા પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ એલર્ટ થઇ ગયા હતા.

પોલીસ અત્યારે તો રાજા ઠોંગેના ફોન પર તપાસ હાથ ધરી રહી છે, અત્યાર સુધી પોલીસને કોઇ કડી હાથ લાગી નથી. પોલીસ કંટ્રોલ રૂમમાં આવા ફોન આવતા રહેતા હોય છે, પરંતુ પોલીસ આવા કોઇ પણ ફોનને હળવાશથી લેતી નથી.

મુંબઇ પોલીસના કંટ્રોલને આ પહેલા ગયા મહિને 1 માર્ચે રાત્રે 11 વાગ્યે એક અજ્ઞાત માણસે ફોન કરીને મુંબઇ કુર્લા પશ્ચિમમાં ધમાકાની વાત કરી હતી. ફોન કરનારે કહ્યુ હતું કે 10 મિનિટમાં કુર્લામાં ધમાકો થશે. પોલીસે તરત જ તપાસ કરી હતી, પરંતુ કલાકોની શોધખોળ પછી પણ પોલીસને કઇ મળ્યું નહોતું.

પોલીસને ખોટી રીતે માત્ર ટીખળ કરવા ખાતર કે મજા લેવા ખાતર ફોન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ પહેલાં નાગપુરની બે હોસ્પિટલ ઇન્દિરા ગાંધી કોલેજ  એન્ડ હોસ્પિટલ અને મનકાપુરની મેન્ટલ હોસ્પિટલને બોંબથી ઉડાવી દેવાની ધમકીનો ફોન આવ્યો હતો.

મુંબઇમાં 26 નવેમ્બર, 2008ના દિવસે દરિયાની રસ્તેથી પાકિસ્તાની આતંકવાદીઓ ઘુસી આવ્યા હતા અને તાજ હોટલ પર હુમલો કરીને 300 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં પકડાયેલા આતંકવાદી  અઝમલ કસાબને 21 નવેમ્બર 2012ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. આ ઘટના પછી આતંકવાદને લગતી કોઇ પણ માહિતી પોલીસ ખુબ જ ગંભીરતાથી લેતી થઇ ગઇ છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.