કેવી રીતે કરવામાં આવી 3167 વાઘોની વસ્તી ગણતરી, જાણો તેની રીત

PC: indiatoday.in

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘોની વસ્તી ગણતરીના આંકડા શેર કર્યા છે જે સકારાત્મક છે. ગત વસ્તી ગણતરીની તુલનામાં 200 વાઘોનો વધારો થયો છે. દેશમાં હવે વાઘોની સંખ્યા 3,167 થઈ ગઈ છે. દેશમાં લગભગ 20 રાજ્યોમાં વાઘ જોવા મળે છે. અલગ અલગ છે. ટાઇગર રિઝર્વ કે નેશનલ પાર્કમાં એમની સંખ્યા અલગ અલગ છે. તેની ગણતરી ભલે ખૂબ ઓછી લાગી રહી છે, પરંતુ પ્રાણીઓની ગણતરી ખાસ કરીને વાઘ જેવા શક્તિશાળી અને ખતરનાક પ્રાણીઓની ગણતરી કરવાના ખૂબ પડકારો હોય છે. ન તો એ વાઘ કોઈ એક જગ્યાએ મળે છે અને ન તો એક સમય પર એક સાથે તેમને ગણી શકાય છે.

કેવી રીતે થાય છે અલગ-અલગ વાઘોની ઓળખ?

વાઘની ઓળખ તેના શરીર પર બનેલી ધારીઓથી થાય છે. જેમ દરેક વ્યક્તિનું ફિંગર પ્રિન્ટ અલગ હોય છે, બરાબર એવી જ રીતે વાઘોના શરીર પર બનેલી ધારીઓ કોઈ બીજા વાઘના શરીર પર બનેલી ધારીઓથી મળે છે એટલે કે તેની ધારીઓના આધાર પર તેની ઓળખ કરી શકાય છે. આ જ કારણ છે કે ગણતરીની સૌથી સારી રીત ફોટોગ્રાફી હોય છે. જો કે, હજારોની સંખ્યામાં વાઘોની ગણતરી માટે કરોડો ફોટો ખેચવામાં આવે છે.

આ વર્ષે પણ વાઘોની ગણતરી માટે 32 હજાર કરવા વધુ કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો અને 4.70 કરોડ ફોટો ખેચવામાં આવ્યા હતા. આટલા ફોટો ખેચવા અને વાઘોની ગણતરી માટે સર્વે ટીમને લગભગ 6 લાખ 40 હજાર કિલોમીટર દૂરી નક્કી કરવી પડી. ગણવામાં આવેલા કુલ 3167 વાઘોમાંથી 3080ને કેમેરાથી ખેચવામાં આવેલા ફોટોથી ઓળખવામાં આવ્યા. બાકીના 87ની ઓળખ અન્ય રીત અપનાવવામાં આવી.

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી (NTCA)ના રિપોર્ટ મુજબ, કુલ 4,70,81,881 ફોટો ખેચવામાં આવ્યા, જેમાંથી 97,399 ફોટોમાં 3090 વાઘ પૂરી રીતે નજરે પડ્યા. જે વાઘ ફોટોમાં ન દેખાયા તેમની ઓળખ માટે મળ, મૂત્ર કે ઝાડો પર વાઘો દ્વારા બનાવવામાં આવેલા નિશાનથી થઈ. વાઘ ઝાડો પર નિશાન લગાવીને પોતાનો વિસ્તાર નક્કી કરે છે. વન વિભાગની ટીમ એ જ હિસાબે ટ્રેપ કેમેરા લગાવી દે છે, જે સમય સમય પર પોતાની જાતે ફોટો ખેચતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp