TMC નેતા સાકેત ગોખલેને ગુજરાત પોલીસ કર્યા ડિટેન, જાણો શું છે મામલો

PC: hindustantimes.com

તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા સાકેત ગોખલેને ગુજરાત પોલીસ દિલ્હીથી ડિટેન કરી લીધા છે. ક્રાઉન્ડ ફંડિંગ કેસમાં ગુજરાત પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. આ અગાઉ પણ ગુજરાત પોલીસે જ સાકેત ગોખલેની ધરપકડ કરી હતી. તેમના તરફથી મોરબી પૂલ દુર્ઘટનાને લઇને એક નકલી ટ્વીટ શેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે ગુજરાત પોલીસે ત્રીજી વખત સાકેત ગોખલે વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

મોરબી પૂલ અકસ્માતમાં જ્યારે નકલી ટ્વીટ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આગામી દિવસે જ તેમને જામીન મળી ગયા હતા, પરંતુ થોડા જ કલાકો બાદ મોરબી પોલીસે ફરી તેમની ધરપકડ કરી લીધી, સાકેત ગોખલેએ મોરબી પુલ અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. આ વખત પૈસા સાથે જોડાયેલા એક કેસમાં ગુજરાત પોલીસ દિલ્હી સુધી ગઇ અને તેમણે સાકેત ગોખલેને ડિટેન કરી લીધા.

ઓક્ટોબરના અંતમાં મોરબી બ્રિજ તૂટવાના કારણે 141 જેટલા લોકોના મોત થઇ ગયા હતા, તેમાં 55 બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં 100 લોકો માત્ર મોરબી જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માતવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. અને તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ઇજાગ્રસ્ત લોકોની હૉસ્પિટલમાં મુલાકાત પણ લીધી હતી. આમ વિવાદો સાથે સાકેટ ગોખલેનો જૂનો સંબંધ છે.  મેઘાલય સરકારે તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે.

સાકેત ગોખલેએ મેઘાલય ઇકોટુરિઝ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 632 કરોડ રૂપિયાની હેરા ફેરીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. ત્યારે સાકેત ગોખલેએ 4 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, મેઘાલય ઇકો ટૂરિઝ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં 632 કરોડ રૂપિયાની હેરા ફેરી કરવામાં આવી છે. આ હેરા ફેરી મેઘાલય એજ કંપની હેઠળ થઇ છે, જેનું સંચાલન મુખ્યમંત્રી કોનરાડ સંગમાના ટોચના સહયોગી IAS અધિકારી ડી. વિજય કુમારે કર્યું છે. મેઘાલય સરકારે મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને સરકાર વિરુદ્વ મીડિયામાં આ પ્રકારના ખોટા અને અપમાનજનક નિવેદન આપવાના કેસમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp