સત્તામાં આવ્યા તો રાહુલને સજા સંભળાવનારા જજની જીભ કાપી નાખીશું: કોંગ્રેસ નેતા

PC: twitter.com/CTR_Nirmalkumar

તામિલનાડુમાં કોંગ્રેસના એક નેતાએ પાર્ટી સત્તામાં આવવા પર રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવનારા જજની જીભ કાપવાની ધમકી આપી નાખી છે. કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વર્ષ 2019ના ગુનાહિત માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જે જજે 2 વર્ષની જેલની સજા સંભળાવી છે, તેમની જીભ કાપી લેવામાં આવશે. તેમની વિરુદ્ધ તેમની ટિપ્પણીને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસની SC/ST વિંગ તામિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અયોગ્યતાનો વિરોધ કરી રહી હતી.

આ દરમિયાન પાર્ટીના જિલ્લા પ્રમુખ મણિકંદને કહ્યું કે, ‘23 માર્ચના રોજ સુરતની કોર્ટના ન્યાયાધીશે આપણાં નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે. સાંભળો જસ્ટિસ એચ. વર્મા, જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે તમારી જીભ કાપી નાખીશું. મણિકંદન વિરુદ્ધ 3 કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ડિંડીગુલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગયા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક રેલીમાં તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર વર્ષ 2019ના ગુનાહિત કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.

તેમને 15 હજાર રૂપિયાના દંડ સાથે 2 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેમની સજા બાદ રાહુલ ગાંધીને સંસદ સભ્યના રૂપમાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની સભ્યતા ગયા બાદ વિપક્ષ કેન્દ્ર પર સતત પ્રહાર કરી રહ્યું છે. રાહુલ ગાંધીના સમર્થનમાં ઘણી પાર્ટીઓ સામે આવી છે. દેશની સૌથી જૂની પાર્ટી પોતાના નેતાની સજા અને સંસદથી અયોગ્ય જાહેર કરવા વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શન કરી રહી છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

સંસદ સભ્યતા રદ્દ થવા પર કોંગ્રેસના નેતા સંસદમાં કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા. 4 દિવસ અગાઉ જ રાહુલ ગાંધી સજા રદ્દ કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટ આવ્યા હતા. હવે આ કેસ પર કોર્ટમાં 13 એપ્રિલના રોજ સુનાવણી થશે. તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT વિંગના પ્રમુખ CTR નિર્મલ કુમારે કોંગ્રેસ નેતાનો વીડિયો ટ્વીટ કરતા કહ્યું કે, હંમેશાંની જેમ તમિલનાડુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. હવે કોંગ્રેસ નેતા આ નિવેદન આપીને ફસાઇ ગયા છે. તેમની વિરુદ્ધ પોલીસે 3 કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp