પ્રેમને પામવા શબાના બની ગઈ રજની, હનુમાનજીને સાક્ષી માની બબલુ સાથે કર્યા લગ્ન

PC: amarujala.com

આખરે બબલુ અને શબાનાને તેમના પ્રેમની મંઝિલ મળી જ ગઈ. ચાર વર્ષ સુધી એકબીજાની સાથે જીવવા મરવા સુધીના પ્રેમ માટે આ બંને જણાને એક થવામાં ધાર્મિક દિવાલ અવરોધ બની રહી હતી. યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે દંપતીને કસ્ટડીમાં લીધા ત્યારે યુવતીએ પોતે જ પોતે પુખ્ત વયની હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું અને તેની સંમતિથી લગ્ન કરવાની વાત કરી હતી. હિંદુ ધર્મ અનુસાર બબલુ અને શબાનાએ શુક્રવારે સાંજે કરારી કોતવાલી સ્થિત બજરંગબલીના મંદિરમાં સાત ફેરા લીધા અને સાત જન્મ સુધી એકબીજાને સાથ આપવાનો સંકલ્પ લીધો હતો.

કરારી કોતવાલી વિસ્તારના થામ્બા અલાવલપુર ગામનો બબલુ પૂરામુફ્તી વિસ્તારમાં આવેલ એક ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. મહોબા જિલ્લાના પાથા રોડની શબાના પણ તેના ભાઈ અને ભાભી સાથે આ ભઠ્ઠામાં કામ કરતી હતી. સાથે કામ કરતી વખતે બબલુ અને શબાના એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ચાર વર્ષ પહેલા બંનેએ સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા હતા. યુવતીના પરિવારજનોને જ્યારે બંને વચ્ચેના સંબંધોની જાણ થઇ તો ધર્મની વાત સામે આવી હતી.

વાસ્તવમાં બબલુ હિન્દુ હતો અને શબાના મુસ્લિમ હતી. શબાનાના પરિવારના સભ્યો આ સંબંધ માટે તૈયાર ન હતા. વરસાદને કારણે જ્યારે ઈંટનો ભઠ્ઠો બંધ થઈ ગયો ત્યારે શબાનાનો પરિવાર તેને મહોબા લઈ ગયો. એકબીજાથી અલગ થયા બાદ પ્રેમી યુગલ બેચેન બની ગયું હતું. બબલુ ગુરુવારે મહોબા પહોંચ્યો અને શબાનાને સાથે લઈ આવ્યો. બીજી તરફ શબાનાના સંબંધીઓએ પોલીસને ફરિયાદ કરી હતી કે શબાના તેના પ્રેમી સાથે ઘર છોડીને જતી રહી હતી.

મહોબા પોલીસની સૂચના પર કરારી પોલીસે શુક્રવારે બબલુ અને શબાનાને કસ્ટડીમાં લીધા હતા. ઘટનાની જાણ થતાં બંને પક્ષના પરિવારજનો પણ કરારી કોતવાલી પહોંચ્યા હતા. અહીં શબાનાએ તેના ભાઈની સામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે બબલુને પ્રેમ કરે છે અને તેની સાથે જ રહેશે. પોતાની જાતને પુખ્ત ગણાવતાં તેણે કહ્યું કે, તે પોતે જ નક્કી કરી શકે છે કે શું સારું અને શું ખરાબ. આ પછી બંને પક્ષના પરિવારજનો લગ્ન માટે રાજી થઈ ગયા. સાંજે કરારી કોતવાલી સ્થિત હનુમાન મંદિરમાં ભગવાન બજરંગ બલિને સાક્ષી માનીને બંનેએ સાત ફેરા લીધા.

લવ મેરેજ કરનાર શબાનાએ તેની સંમતિથી ધર્મ બદલી નાખ્યો હતો. તેણે પોતાની પસંદગીનું નવું નામ રજની રાખ્યું છે. શબાનામાંથી રજની બનેલી છોકરી સામે તેના પરિવારજનોને પણ કોઈ વાંધો નહોતો. ત્યાર પછી બંને પક્ષ પાસેથી સમાધાનનો પત્ર લખાવીને પોલીસે બંનેને સુખી દામ્પત્ય જીવન માટે આશીર્વાદ આપીને ઘરે મોકલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp