મગરે પતિને પગથી પકડી લીધો, પત્ની સુહાગને બચાવવા મગર સાથે લડી એનો જીવ બચાવી લાવી

PC: twitter.com

એક દાંત કથા અનુસાર માં સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ પાછા લાવીને તેને જીવતો કર્યો હતો, યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લેવા માટે તેમણે ઘણા પ્રયાસો કર્યા હતા અને તે પ્રયાસોથી તેઓ તેમના પતિના પ્રાણ પાછા લાવવામાં સફળ થયા હતા. કંઈક આવી જ એક ઘટના રાજસ્થાનના કરૌલી માં આવેલા એક ગામમાં નદીના કિનારે બની હતી અને તે સ્ત્રી પોતાના પતિના પ્રાણ બચાવવા માટે યમરાજ જેવા મગરમચ્છ સાથે બાથ ભીડી હતી અને તેને દંડાથી ઘાયલ કરીને તેના પતિનો પગ તે મગરમચ્છના મોઢામાંથી છોડાવ્યો હતો, અને તેના પતિના પ્રાણ બચાવ્યા હતા.

વાત કંઈક એમ છે કે, પશુઓને પાણી પીવડાવી રહેલા પશુપાલકને ચંબલ નદીમાંથી આવેલા એક મોત રૂપી મગરમચ્છ તેનો પગ પકડીને પાણીની અંદર લઇ ગયો હતો. નદીના કિનારે ઘાત લગાવીને બેઠેલો મગર એક જ ક્ષણમાં બહાર આવ્યો અને પછી પશુપાલકનો પગ પકડી લીધો. પછી તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો. પરંતુ નજીકમાં જ હાજર પશુપાલકની પત્નીએ તરત જ નદીમાં ઝંપલાવ્યું હતું. અને તેણે મગરના માથા પર સતત લાકડીઓ મારી મારીને તેના પતિને મૃત્યુના જડબામાંથી પાછો ખેંચી લીધો. મામલો કરૌલી જિલ્લાના મંડરાયલ વિસ્તારમાંથી પસાર થતી ચંબલ નદીનો છે.

હકીકત એમ છે કે, મંડરાલય શહેરના કૈમકચ્છ ગામમાં રહેતા 26 વર્ષીય પશુપાલક બન્ને સિંહ પર ચંબલ નદીના મગરે હુમલો કર્યો હતો. બન્ને સિંહ કાંઠે પોતાની બકરીઓને પાણી પીવડાવી રહ્યો હતો. મગર રાહ જોઈને જ બેઠો હતો.... જેવો બન્ને સિંહ પાણી પીવડાવવા નદીની નજીક જવા લાગ્યો, તેણે તરત જ તેનો પગ ખેંચ્યો અને તેને નદી તરફ લઈ ગયો. જ્યારે બન્ને સિંહે નજીકમાં કામ કરતી તેની પત્ની વિમલાને બૂમ મારીને બોલાવી ત્યારે વિમલા તરત જ નદી તરફ દોડી ગઈ. તેના હાથમાં લાકડી હતી. તેણે કઈ પણ જોયા વગર, સૌ પ્રથમ તો તેણે મગરના માથા પર ફટકો માર્યો. પરંતુ જ્યારે તેની મગર પર કોઈ અસર જણાતી ન હતી, ત્યારે વિમલાબાઈએ મગરની આંખમાં જ લાકડી નાખી દીધી.

મગર તરત જ બને સિંહને છોડીને ઊંડા પાણીમાં ભાગી ગયો. પત્નીએ તરત જ પતિને બહાર કાઢ્યો. ત્યાર પછી તેણે ગામના લોકોને આ અંગેની જાણ કરી અને તેના પતિ સાથે હોસ્પિટલ પહોંચી. હાલમાં બન્ને સિંહના પગમાં ગંભીર ઘા છે પરંતુ તેમની હાલત ખતરાની બહાર છે. પતિ બન્ને સિંહે કહ્યું કે, મેં વિચારી લીધું હતું કે, હું આજે જીવતો નહિ રહીશ, પરંતુ પત્નીએ મને નવું જીવન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp