ગામના જાહેર શૌચાલયને મુઘલ વંશજ બાબરનું નામ અપાયું

PC: timesnowhindi.com

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા તહસીલના દેવરાલા ગામમાં બનેલા શૌચાલયનું નામ બાબરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. બુલંદશહેરમાં આ પ્રકારનો નવો મામલો છે. અહેવાલો અનુસાર, ગામના વડા મુનીશ પ્રતાપ સિંહે આ જાહેર શૌચાલયનું નિર્માણ કરાવ્યું હતું. આ શૌચાલયનું નામ આક્રમણખોર બાબરના નામ પરથી રાખવામાં આવ્યું . આ શૌચાલય ગ્રામ પંચાયત રામબાસ દેવરાલા  વિકાસ ખંડ અરણિયામાં છે. ગામમાં પ્રધાન મુનીશ પ્રતાપ સિંહના કાર્યની સોશિયલ મીડિયામાં પ્રશંસા થઈ રહી છે.

ચંગેઝ ખાનના વંશજ બાબરે 1526માં ભારતમાં મોઘલ સામ્રાજ્યના પાયા નાંખ્યા હતા. બાબરને આક્રમણકારી તરીકે ઓળખવામાં આવે છે. તેના પિતાનું જ્યારે મોત થયું ત્યારે બાબરની ઉંમર માત્ર 12 વર્ષ હતી અને તેણે આટલી નાની ઉંમરમાં રાજ સંભાળી લીધું હતું. તેણે તુર્કીના ફરગાના પ્રદેશ પર વિજય મેળવ્યો અને તેનો શાસક બન્યો. બાબર બાળપણથી જ ખૂબ મહત્વાકાંક્ષી હતો. તેણે હંમેશા પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખ્યું. તૈમૂરનો રાજા ચુગતાઇ તુર્ક તેના પિતાનો વંશજ હતો. ચંગીઝ ખાન તેની માતાના વંશજ હતો.

1500 ની આસપાસ, તૈમુરી વંશના બાબરે ઉમૈરિયસ સામ્રાજ્યની સ્થાપના કરી. જ્યારે તેણે દોઆબ પર કબજો મેળવ્યો અને ખોરાસનના પૂર્વીય પ્રદેશ, સિંધનો ફળદ્રુપ પ્રદેશ અને સિંધુ નદીની નીચલી ખીણને નિયંત્રિત કરી. 21 એપ્રિલ, 1526 ના રોજ, બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં દિલ્હીના છેલ્લા સુલતાન, સુલતાન ઇબ્રાહિમ શાહ લોદીને હરાવીને મોઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. 1530માં બાબરનો પુત્ર હિમાયું તેનો ઉત્તરાધિકારી  બન્યો હતો.

જો કે ઉત્તર પ્રદેશમાં આવા અનેક કિસ્સા પહેલાં પણ સામે આવ્યા છે, જ્યારે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલતો હતો ત્યારે ઉત્તર પ્રદેશના જાલોનમાં જાહેર શૌચાલય અને જાહેર પેશાબઘર પર કોઇકે બાબર અને ઔરંગઝેબના નામ લખ્યા હતા.

જાલોનમાં ભાજપના નેતા કપિલ તોમરે કથિત રીતે એક ચિત્રકારને રાખ્યો હતો જેણે જાહેર શૌચાલય પર હુમાયુ, અકબર, શાહજહાં, ઔરંગઝેબ, અલ્લાઉદ્દીન ખિલજી અને અન્ય લોકોના નામ લખ્યા હતા.

જાલૌનમાં ભારતીય જનતા પાર્ટી ના કાનપુર જિલ્લા ઉપાધ્યક્ષ કપિલ તોમર સામે જિલ્લાના વિવિધ જાહેર શૌચાલયોની દિવાલો પર મોઘલ અને અન્ય મુસ્લિમ સમ્રાટોના નામો દોરવામાં આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકારે તો ઘણા મુસ્લિમ વિસ્તારોના નામ પણ બદલી નાંખ્યા છે. મહારાષ્ટ્રમાં પણ એવી કોશિશ ચાલું જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp