ટામેટા ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો, લોકો ટોકરી ભરી ભરીને લૂંટી ગયા

PC: ajtak.in

ટામેટાના આગઝરતા ભાવે એવી મોકાણ સર્જી કે હે  હવે ટામેટાને લગતા સમાચારો રોજેરોજ સામે આવી રહ્યા છે. ઝારખંડના હજારી બાગ વિસ્તારમાં ટામેટા ભરીને  જઇ રહેલા એક ટેમ્પોએ કાબુ ગુમાવી દેતા પલટી ખાઇ ગયો હતો અને ટામેટા રસ્તા પર વેરણ છેરણ થઇ ગયા હતા. ટેમ્પો પલટી જવાને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને બીજી તરફ લોકોને ખબર પડી કે ટામેટા રસ્તા પર વેરાયેલા પડ્યા છે તો લોકો ટોકરી  ભરી ભરીને ટામટા લૂંટી ગયા.ડ્રાઇવરે લોકોને ઘણી આજીજી કરી, પરંતુ લોકો માન્યા જ નહીં અને ટેમ્પોમાંના બધા ટામેટા લૂંટી ગયા હતા. પોલીસે આવીને ટેમ્પોને હટાવ્યા પછી ટ્રાફીક હળવો થયો હતો. તો રાજસ્થાનમાં કેન્દ્ર સરકારના સસ્તા ટામેટા લેવા માટે પણ લોકોએ અફડાતફડી મચાવી મુકી હતી.

ટામેટાના ભાવોએ તો આ વખતે હદ કરી નાંખી છે. જે ટામેટા 10-20 રૂપિયે કિલો બજારમાં મળતા હતા તે હવે  260 રૂપિયે કિલો મળી રહ્યા છે.ટામેટના વધી રહેલા ભાવોને અકુંશમાં લેવા માટે કેન્દ્ર સરકાર તરફથી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. સરકારે 70 રૂપિયે કીલો ટામેટા વેચ્યા, પરંતુ સ્થાનિક બજારમાં ટામેટાના ભાવ ટસથીમસ થતા નથી.

જાણવા મળેલી વિગત મુજબ ઝારખંડના હજારીબાગ વિસ્તારમાં 6 ઓગસ્ટ રવિવારે સાંજે પાંચેક વાગ્યે ટામેટા ભરેલો એક ટેમ્પો ચરહી ઘાટ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. ટેમ્પોમાં ભરેલા ટામેટા રસ્તા પર વેરણ છેરણ થઇ ગયા હતા અને જેમ જેમ ખબર પડતી ગઇ તેમ તેમ લોકો ટોકરી ભરી ભરીને ટામેટા લૂંટી ગયા. આ ટામેટાના ઉંચા ભાવોને કારણે બન્યું, અન્યથા એક માણસ ટામેટાને લૂંટવા નહીં આવતે.

ટેમ્પો પલટી જવાને કારણે ચરહી ઘાટ પાસે ટ્રાફિક જામ થઇ ગયો હતો, પોલીસે આવીને ટેમ્પો હટાવ્યા પછી ટ્રાફીક નોર્મલ થઇ શક્યો હતો. ટામેટાને લઇને એવા સમચારો પણ સામે આવ્યા હતા કે ટામેટાની સુરક્ષા માટે કોઇકે બોડીગાર્ડ રાખ્યા હતા. તો કોઇકે જૂતાની ખરીદી પર ટામેટા મફતની યોજના રાખી હતી.

તાજેતરની જ એક ઘટનાની તમને યાદ અપાવીએ કે કર્ણાટકના કોલારથી રાજસ્થાન તરફ જઇ રહેલી  ટામેટાથી ભરેલી એક ટ્રક ગાયબ થઇ ગઇ હતી. જેમાં 21 લાખ રૂપિયાના ટામેટા હતા.આ ઘટનામાં કોલારના ટામેટાના વેપારીઓ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

ટામેટા ભરેલો ટેમ્પો પલટી જવાના એક સમાચાર તેલંગાણાથી પણ સામે આવ્યા હતા, પરંતુ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસ હોવાને કારણે એ ટામેટાની લૂંટ થતી બચી ગઇ હતી. પોલીસની હાજરીમાં જ ડ્રાઇવરે ટામેટાને રસ્તા પરથી ફરી ટ્રકમાં ભર્યા હતા. આ પહેલા તમિલનાડુના એક દંપતિની ટામેટાથી ભરેલા ટ્રકના અપહરણ માટે ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp