ટામેટા 200 રૂપિયા કિલોને પાર, ભાવ સાંભળી લોકો થયા લાલ!

પાછલા બે મહિનાથી ટામેટાના ભાવે આખા દેશમાં લોકોને લાલ કર્યા છે. હજુ પણ ટામેટાની કિંમતમાં ઘટાડાના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. ટામેટાની વધતી કિંમતોએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. ભાવ ઓછો થવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યો છે. રિટેલ માર્કેટમાં ટામેટાની કિંમત 200થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી તો દિલ્હીના જથ્થાબંધ બજારમાં 5000 રૂપિયા પ્રતિ કેરેટ ભાવ થઇ ગયો છે.

પૂર અને વરસાદને કારણે મંડીઓમાં ટામેટાની સપ્લાઈમાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે કિંમતોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ઓછા જથ્થામાં ટામેટા પહોંચવાને કારણે જથ્થાબંધ બજારની સાથે સાથે છૂટક બજારોમાં ટામેટાની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અઠવાડિયા પહેલા ટામેટા 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઇ રહ્યા હતા. જે હવે 200 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે. દિલ્હી-NCR ઉપરાંત તમિલનાડુમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 200 રૂપિયા કિલોને પાર પહોંચી ચૂક્યો છે.

ટામેટાની કિંમત ઓલ-ટાઈમ હાઈ

ઉત્તરાખંડના જથ્થાબંધ માર્કેટમાં ટામેટાની કિંમત 4100 રૂપિયા પ્રતિ કેરેટ(25 કિલો) પર પહોંચી ગઇ છે. આ કિંમતમાં ટ્રાન્સપોર્ટેશન, પ્રોફિટ માર્જિન વગેરે જોડી લેવામાં આવે તો દિલ્હીના બજારમાં તેનો ભાવ 5000 રૂપિયા પ્રતિ કેરેટ પહોંચી ગયો છે. આ સીઝનમાં ટામેટાની કિંમત 1200-1400 રૂપિયા પ્રતિ કેરેટ રહે છે, જે વધીને 5000 રૂપિયા પર પહોંચી ગઈ છે. ટામેટાએ પાછલા બધા રેકોર્ડ તોડી લોકોના ખિસ્સા પર બોજો વધારી દીધો છે.

વેપારીઓનું કહેવું છે કે, ટામેટાની કિંમત ઓછી થશે એવા કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. આવતા અઠવાડિયા સુધીમાં ટામેટાની કિંમત 250 રૂપિયાને પાર જઇ શકે છે. કોયમ્બેડુ હોલસેલ માર્કેટ એસોસિએશનના સચિવ પી સુકુમારન અનુસાર, એવું પહેલીવાર થયું છે કે જ્યારે ટામેટાની કિંમત 200 રૂપિયાને પાર થઇ છે. વેપારીઓને આશા હતી કે ટામેટાની કિંમત 20 જુલાઈ પછી ઓછી થશે પણ વરસાદ અને પૂરને લીધે પાક ખરાબ થઇ ગયો છે.

વેપારીઓના મતે ટામેટાની કિંમતમાં ઘટાડો થવામાં હજુ બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. NCCF શહેરોમાં ઓછી કિંમતે ટામેટા વેચી રહ્યા છે પણ તેની કિંમતો પર કોઈ અસર જોવા મળી રહી નથી. ટામેટાની સાથે અન્ય શાકભાજીઓની કિંમતો પણ વધી રહી છે. કોઈપણ શાકભાજી 60-70 રૂપિયે કિલોથી નીચે વેચાઇ રહ્યા નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.