સરકારના આ દાવથી ટામેટાના ભાવ આસમાનથી જમીન પર, અહી વેચાઈ રહ્યા છે 14 રૂપિયા કિલો

PC: livemint.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે માત્ર એક દાવથી ટામેટાના ભાવ આસમાનથી જમીન પર આવી ગયા. થોડા જ અઠવાડિયા અગાઉ ટામેટાં જ્યાં 180 થી 200 રૂપિયા પ્રતિ કિલોની કમરતોડ કિંમત હતી, તો હવે ટામેટાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે મૈસૂરના માર્કેટમાં 14 રૂપિયા કિલો ટામેટા વેચાઈ રહ્યા છે. તેની સાથે જ દેશભરના ખુદરા બજારોમાં ટામેટાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવી ગઈ છે.

સપ્લાઈ વધવાના કારણે જથ્થાબંધ કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો છે. હવે ટામેટાંની કિંમત ઘટવાના હાલના રૂઝાનના આગામી થોડા મહિના સુધી ચાલુ રહેવાની આશા છે, જેથી સામાન્ય લોકોને એક મોટી રાહત મળી રહી છે, જ્યારે ટામેટાની ખેતી કરી રહેલા ખેડૂત નિરાશ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નેપાળથી મોટી માત્રામાં ટામેટાનું આયાત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ જ ઉત્તર ભારતના બજારોમાં સસ્તા ટામેટાં આવવાથી કર્ણાટકની માર્કેટમાં કિંમત ખૂબ જ ઘટી છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, રવિવારે મૈસૂર APMCમાં ટામેટાની કિંમતો ઘટીને 14 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે શનિવારે 20 રૂપિયા હતી. બેંગ્લોરમાં રવિવારે ખુદરા કિંમત 30 રૂપિયાથી 35 રૂપિયા પ્રતિ કિલો વચ્ચે હતી. કિંમતોમાં આ ઘટાડાનું કારણ ઉત્તરી રાજ્યોમાં માગ ઓછી થવાનું માનવામાં આવી રહ્યું છે, જેનું મુખ્ય કારણ નેપાળથી ટામેટાની આયાત છે. માર્કેટ એક્સપર્ટને આગળ પણ ટામેટાંની કિંમતોમાં ઘટાડાની આશા છે. આગળ જઈને જથ્થાબંધ બજારમાં કિંમત સંભવતઃ 10 રૂપિયાથી 5 રૂપિયા પ્રતિ કિલો સુધી થઈ શકે છે.

મૈસૂર APMCના સચિવ એમ.આર. કુમારસ્વામીએ કહ્યું કે, ટામેટાંની ઘણી બધી સપ્લાઈએ કિંમત ઓછી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. APMCનએ નિયમિત આધાર પર લગભગ 40 ક્વિન્ટલ ટામેટા મળે છે. કર્ણાટક રાજ્ય રાયથા સંઘના મહાસચિવ ઇમ્માવુ રઘુએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને ટામેટાં અને અન્ય શાકભાજીઓની કિંમતોને સ્થિર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એક કિલો ટામેટાંનો ઉત્પાદન ખર્ચ લગભગ 10-12 રૂપિયા છે. પેકેજિંગ અને પરિવહન માટે અતિરિક્ત 3 રૂપિયાની જરૂરિયાત હોય છે, જો ખેડૂતોને માત્ર 14 રૂપિયા પ્રતિ કિલો મળે છે તો તેમને ખૂબ નુકસાન થઈ શકે છે. શાકભાજીઓની ખરીદી, પેકેજિંગ, સ્ટોરેજ અને વેચાણને સંભાળવા માટે એક નવા તંત્રની તાત્કાલિક જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp