2019માં 5 વર્ષનો બ્રેક લીધો, 2024માં ચૂંટણી લડીશ, મને કોઈ કિનારે... : ઉમા ભારતી

PC: abplive.com

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી BJP સત્તામાં ટકી રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત, (BJP) પાર્ટી સરકારની નીતિઓને લોકો સુધી પહોંચાડવા માટે જન આશીર્વાદ યાત્રા કાઢી રહી છે. આ યાત્રામાં MP BJPના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે. પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ CM અને BJPના વરિષ્ઠ નેતા ઉમા ભારતીને 'જન આશીર્વાદ યાત્રા' માટેનું આમંત્રણ મળ્યું નથી. આ પછી ઉમા ભારતી ગુસ્સે થઈ ગયા. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, જો તમે (BJP) એવા નેતાઓના અસ્તિત્વને પાછળ ધકેલી દેશો જેના આધારે પાર્ટીનું અસ્તિત્વ ટકી રહ્યું છે, તો એક દિવસ તમે પોતે જ નાશ પામશો.

ઉમા ભારતીને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મીટિંગમાં જોવા મળતા નથી, વ્યૂહરચનાથી દૂર રહે છે. શું ઉમા ભારતીને એકબાજુ પર કરી દેવામાં આવ્યા છે, અથવા તો તેઓ પોતે તેનાથી એક પ્રકારનું અંતર રાખી રહ્યા છે? તેના પર ઉમા ભારતીએ કહ્યું, મેં 2019માં જ કહ્યું હતું કે હું 2019માં ચૂંટણી નહીં લડું. મેં 27 વર્ષની ઉંમરે પહેલીવાર ચૂંટણી લડી હતી. 6 વખત સાંસદ, 2 વખત ધારાસભ્ય બન્યા. તેઓ 11 વર્ષ સુધી કેન્દ્રમાં મંત્રી હતા અને CM પણ હતા. મેં કહ્યું હતું કે મને 5 વર્ષનો બ્રેક આપો, હું ગંગા માટે કામ કરીશ. હું પ્રવાસ કરીશ. પરંતુ હું 2024ની ચૂંટણી ચોક્કસ લડીશ. તેથી જ મેં મારી જાતને એકબાજુ પર નથી લીધી. અને ન તો મને કોઈ એકબાજુ પર કરી શકે.

ઉમા ભારતીએ કહ્યું, મને 2020ની પેટાચૂંટણી દરમિયાન કોરોના થયો હતો. હું સંપૂર્ણપણે સ્વસ્થ પણ થઇ ન હતી છતાં, મને પ્રચાર માટે વિનંતી કરવામાં આવી હતી. હું પ્રચાર કરવા આવી પણ હતી. અમારી સરકાર બનવાની જ હતી. પરંતુ મારા પ્રચારે ચોક્કસપણે બેઠકોમાં વધારો કર્યો.

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે તેમની નારાજગી સંબંધિત પ્રશ્ન પર ઉમા ભારતીએ કહ્યું કે, મને યાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હું તેનાથી દુ:ખી અને પરેશાન નથી, માત્ર આશ્ચર્યચકિત છું. જ્યોતિરાદિત્ય સિંધિયા મારો ખૂબ જ લાડકો છે. મને ખૂબ પ્રિય છે. હું તેના આગમનથી ખૂબ જ ખુશ છું. 2018માં તેમણે કોંગ્રેસ માટે પ્રચાર કર્યો, તેમના કારણે અમે જીતી શક્યા નહીં. પરંતુ તેમણે કોંગ્રેસની સરકારને હટાવીને અમારી સરકાર બનાવીને આપી દીધી. મને સિંધિયાની કોઈ ઈર્ષ્યા નથી. પણ ઓછામાં ઓછું તમે મને યાત્રામાં બોલાવીને દેખાડો તો કરી શક્યા હોત. મને એવું કહી દેતે કે, તમે આ યાત્રામાં જોડાશો નહીં. આમ પણ હું યાત્રામાં જોડાવાની હતી જ નહીં.

ઉમા ભારતીએ કહ્યું, હું પોસ્ટર ગર્લ બનવા માંગતી નથી. તેને પોસ્ટરમાં બતાવીને વોટ લીધા. મારે ઘણું કામ કરવાનું છે. લાંબુ કામ કરવાનું છે. હું બહુ નાની છું. હું PM મોદીજી કરતા 10 વર્ષ નાની છું. હું અમિત શાહ કરતા ઉંમરમાં થોડી મોટી છું. હું અહીંના નેતાઓ કરતાં ઘણી નાની છું. હજુ મારે 15-20 વર્ષ કામ કરવું છે. આ માટે સમર્થન બની રહેવું જોઈએ. ગરીબો અને લાચારો માટે કામ કરવું છે. હું જન આશીર્વાદ યાત્રામાં જતે જ નહીં નથી, પણ મને આમંત્રણ આપી બોલાવી તો લેતે.

ઉમા ભારતીએ કહ્યું, હું પાર્ટીને નુકસાન પહોંચાડવા માંગતી નથી. CM શિવરાજ સિંહ કહેશે તો હું પ્રચારમાં જઈશ. આ પાર્ટી માટે મને લાગણી છે. અમારા નેતા PM મોદીજી છે. અમારો જ એકમાત્ર એવો પક્ષ છે જે દેશની રક્ષા કરી શકે છે. મેં જાણી જોઈને આ વાત કરી છે, કે જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય. જેથી કરીને ભવિષ્યમાં તમે એવા નેતાઓને પાછળ ધકેલી દેશો કે જેમના કારણે પાર્ટીનું અસ્તિત્વ છે, તો તમે પોતે જ ખતમ થઈ જશો.

ક્યારેય દિલ્હી ન આવવું, PM મોદી-અમિત શાહ સાથે મુલાકાત કરતા ન જોવા મળવાના પ્રશ્ન પર ઉમા ભારતીએ કહ્યું હું, ગંગા યાત્રા પર હતી. પછી કોરોના આવ્યો. PM મોદી અને અમિત શાહે મને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આવું બધું હું જાહેર નથી કરતી, JP નડ્ડાજી મને સન્માન સાથે મળે છે. સંગઠન મંત્રી મને સન્માન સાથે મળે છે. હું દેખાડો કરીને નેતા નથી બની. લોકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી હું નેતા બની છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp