રામ મંદિર નિર્માણની તારીખ માગનારાઓને ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો: CM શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વની વિચારધારથી સાઇડ થવા માટે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ પર શંકા વ્યક્ત કરનારાઓને ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા અને મંદિર નિર્માણ કાર્યને જોયા બાદ મીડિયા સાથે વાત કરી હતી. એકનાથ શિંદે ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ અયોધ્યાના પોતાના પહેલા પ્રવાસ પર હતા.

તેમની સાથે અયોધ્યામાં હજારો શિવસૈનિક પણ હતા, જેમણે શિવસેનાના ચૂંટણી ચિહ્નવાળા ભગવા ઝંડા માટે જોવામાં આવ્યા હતા. વિપક્ષના વારંવાર નારા લગાવવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દરેક કહેતું હતું મંદિર ત્યાં જ બનાવીશું, પરંતુ તારીખ નહીં બતાવીએ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ શરૂ કરાવી દીધું છે અને કરોડો રામ ભક્તોનું સપનું પૂરું થઈ રહ્યું છે. હવે તારીખ માગનારાઓને પણ ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, લખનૌથી અયોધ્યા સુધીનો આખો માહોલ રામમય થઈ ગયો હતો અને તેમને ખુશી છે કે તેઓ તીર અને કામઠા (શિવસેનાનું ચૂંટણી ચિહ્ન) સાથે પવિત્ર શહેર આવ્યા છે.

તેમણે એવી પણ જાહેરાત કરી કે, અયોધ્યાથી માટીને અમરાવતી લઈ જવામાં આવશે, જ્યાં ભગવાન હનુમાનની 111 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી (MVA) સરકારને પાડવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા એકનાથ શિંદેએ કહ્યું કે, જનાદેશ (ઓક્ટોબર 2019ની વિધાનસભાની ચૂંટણી) શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) માટે હતો, પરંતુ તેઓ (ઉદ્ધવ ઠાકરે અને અન્ય) એ લોકો સાથે સરકાર બનાવવાનું પસંદ કરતા હતા, જેમને બાળાસાહેબ ઠાકરે ક્યારેય પસંદ કરતા નહોતા.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમની સરકારને ‘રાવણ રાજ’ કહેવા બાબતે એકનાથ શિંદેએ કહ્યું કે, જે લોકો તેને રાવણ રાજ કહેતા હતા તેમને બતાવી દો કે આ સરકાર ભગવાન રામના આશીર્વાદથી બની છે. ભગવાન રામના આશીર્વાદથી તેમને  ‘તીર અને કામઠા’નું ચૂંટણી ચિહ્ન મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લખનૌ પહોંચવા પર અયોધ્યાના પ્રવાસને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું ખૂબ ખુશ છું કે હું ભગવાન રામ પાસે આશીર્વાદ લેવા અયોધ્યા જઈ રહ્યો છું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.