DIGની પત્નીના ત્રાસથી મહિલા હોમગાર્ડે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, બંને પગ ગુમાવ્યા

PC: news18.com

ઓરિસ્સામાં એક મહિલા હોમગાર્ડે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં મહિલાએ બંને પગ ગુમાવ્યા. આરોપ છે કે ડીઆઈજી રેન્કના એક અધિકારીની પત્નીના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મહિલા હોમગાર્ડે પોતાના બંને પગ ગુમાવવા પડ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર વાયરલ થઇ રહી છે અને લોકો ગુસ્સામાં છે. ઓરિસ્સા માનવાધિકારી વિભાગે આ મામલાને ધ્યાનમાં લેતા ડીજીપીને તપાસનો આદેશ આપ્યો છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે.

ઓફિશ્યલ સૂત્રો અનુસાર, રાજ્ય સરકારે મંગળવારે નોર્થ સેન્ટ્રલ રેન્જના ડીઆઈજી બૃજેશ કુમાર રાયને સ્ટેટ પોલીસ હેડક્વોર્ટરમાં ટ્રાન્સફર કરી દીધા છે.

હોમગાર્ડના ડીજી સુધાંશુ સાંરગીને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવેલી ફરિયાદમાં પીડિત મહિલા હોમગાર્ડે વરિષ્ઠ IPS અધિકારીની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે તે વરિષ્ઠ અધિકારીના ઘરે કામ કરતી હતી અને યોગ્ય રીતે કામ ન કરવાનો આરોપ લગાવી તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. રાયે આ આરોપોને ફગાવતા કહ્યું કે, સૌરિદ્રી સાહૂ નામની મહિલા હોમગાર્ડ પારિવારિક મુશ્કેલીઓને લીધે પરેશાન હતી. હોમગાર્ડના ડીજીનું કહેવું છે કે આ આરોપેને તપાસવામાં આવશે.

મામલો શું

ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, 4 ઓગસ્ટના રોજ અમુક કપડા ન ધોવાના કારણે અધિકારીની પત્નીએ તેને ઘસડીને બહાર કાઢી અને અપશબ્દો કહ્યા. આનાથી પરેશાન થઇને તેણે ટ્રેનની આગળ કૂદી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. 4 ઓગસ્ટના રોજ આ ઈરાદાની સાથે તે રેલવે ટ્રેકના કિનારે ઊભી હતી અને ત્યારે જ ટ્રેનના વાઈબ્રેશનના કારણે તે ટ્રેક પર પડી ગઇ. તેની વચ્ચે તે ટ્રેનમાં આવી ગઇ અને તેના બંને પગ કપાઇ ગયા.

હાલમાં મહિલા હોમગાર્ડનું કટકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે મહિલાએ હજુ સુધી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી નથી. તેણે ઓરિસ્સાના ગવર્નર ગણેશી લાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક અને અન્યને પત્ર લખ્યા છે.

આરોપીએ શું કહ્યું

મહિલાના આરોપોને ફગાવતા 2009 બેચના IPS અધિકારી રાયે કહ્યું કે મહિલા પારિવારિક કારણોથી પરેશાન હતી. તે માનસિક રીતે સ્વસ્થ નથી. અમે તેની સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. કોઇએ જરૂર તેને અમારા સામે ઉશ્કેરી છે.

જણાવીએ કે, મહિલા હોમગાર્ડ તેની બે દીકરીઓ સાથે રહે છે. તેમના પતિ દુનિયામાં હયાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp