Video: કોરિયન નાગરિક પાસેથી રસીદ વિના ટ્રાફિક પોલીસે 5000નો દંડ લીધો પછી...

PC: c.ndtvimg.com

દિલ્હી પોલીસે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા પોતાના એક ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. આરોપ છે કે ટ્રાફિક પોલીસકર્મીએ એક કોરિયન નાગરિક પાસેથી 5000 રૂપિયા દંડરૂપે લીધા અને તેને કોઈ રસીદ પણ આપી નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે વીડિયો એક મહિના જૂનો છે. વીડિયોમાં નજર આવી રહેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મહેશ ચંદના રૂપમાં થઇ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસકર્મી વ્યક્તિને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવાના રૂપમાં 5000 રૂપિયા દંડ ભરવાનું કહે છે. જોકે વ્યક્તિ 500 રૂપિયા આપવાની કોશિશ કરે છે. જેના પર ટ્રાફિક પોલીસકર્મી તે કોરિયન નાગરિકને 500 રૂપિયા નહીં બલ્કે 5000 રૂપિયા આપવાનું સમજાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ તરત ટ્રાફિક પોલીસકર્મીને 5000 રૂપિયા સોંપી દે છે. રૂપિયા આપ્યા પછી બંને હેન્ડશેક પણ કરે છે.

આ ઘટનાને લઈ દિલ્હી પોલીસે એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં લખ્યું કે, સોશિયલ મીડિયાની આ પોસ્ટને ધ્યાનમાં લેતા વીડિયોમાં દેખાઈ રહેલા સંબંધિત અધિકારીને તપાસ થવા સુધીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ પોલીસે કહ્યું કે ભ્રષ્ટાચાર પ્રત્યે દિલ્હી પોલીસની ઝીરો ટોલરેંસ નીતિ છે.

જોકે, ટ્રાફિક પોલીસકર્મીએ આ મામલામાં પૂછપરછ સમયે પોતાનો બચાવ કર્યો છે. ટ્રાફિક પોલીસકર્મીએ કહ્યું કે તે દંડની રસીદ આપવાનો હતો પણ એવામાં કાર ચાલક ત્યાંથી નીકળી ગયો. 

કહેવામાં આવી રહ્યું છે કે, આ આખો કિસ્સો ડેશબોર્ડ કેમેરામાં રેકોર્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા પછી દિલ્હી પોલીસની પણ આના પર નજર પડીય ત્યાર પછી ટ્રાફિક પોલીસે આ જવાન સામે કાર્યવાહી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp