મંદિર ઉપર પડ્યું ભારે ભરખમ વૃક્ષ, 7 લોકોના મોત, 30ની હાલત ગંભીર

PC: ndtv.com

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પારસ ગામથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક મંદિરના ટિન શેડ પર વરસાદના કારણે એક ખૂબ જૂનું વૃક્ષ પડી ગયું અને ટિન શેડ ધરાશાયી થઈ ગયું. આ દરમિયાન ટિન શેડ નીચે ઊભા લોકોમાંથી 7 લોકોના મોત થઈ ગયા, તો 30-40 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા હોવાની જાણકારી મળી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને આર્થિક રાહત આપવાનો ભરોસો આપ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, ભારે તોફાની વરસાદના કારણે વૃક્ષ પડ્યું હતું અને ટિન શેડ પડવાથી લોકો દબાવાના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. પ્રશાસનનું કહેવું છે કે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને અત્યાર સુધી આ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા છે. અત્યારે 30 ઇજાગ્રસ્તોની સારવાર અકોલાની જ મેડિકલ કૉલેજમાં કરવામાં આવી રહી છે. અકોલાના મંદિરમાં થયેલા આ અકસ્માતને લઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આ ઘટના દર્દનાક છે, હું પીડિતોને વિનમ્ર સન્માન કરું છું. તેમણે પીડિતોને આર્થિક મદદ પ્રદાન કરવાની પણ વાત કહી.

આ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર નીમા અરોડાએ જાણકારી આપી છે કે જે સમયે આ અકસ્માત થયો એ સમયે ટિન શેડ નીચે 40 લોકો ઉપસ્થિત હતા અને તેમાંથી 36 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું કે, 4 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા અને 3 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો. બધા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત લોકોને સારવાર મેડિકલ કૉલેજમાં જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી ઘણી જગ્યાઓ પર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં પણ તેજ હવાઓ ચાલી શકે છે અને સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તો 5 દિવસોમાં દેશના મોટા હિસ્સામાં તાપમાન વધવાની આશંકા છે. ઘટનાની જાણકારી મળતા જ ગ્રામજનો સાથે બાલાપુર પોલીસ ત્યાં પહોંચી. પોલીસ અને ગ્રામજનોએ ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને બહાર કાઢીને હૉસ્પિટલ મોકલાવ્યા. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલી રહ્યું હતું. સ્થાનિક હિન્દુ-મુસ્લિમ બધા ધર્મના લોકોએ વૃક્ષની કાપણી કરી. શેડને ગેસ કટરથી કાપીને દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp