ટ્રેન શૂટઆઉટ: RPF જવાને બુરખાધારી મહિલાને ગન પોઇન્ટ પર ‘જય માતા દી’ બોલાવેલું

જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં 31મી જુલાઈની સવારે જે કંઈ બન્યું તેનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હવે આ મામલાની તપાસમાં નવા તથ્યો બહાર આવી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ચાર લોકોની હત્યાના આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ 31 જુલાઈના રોજ એ જ ટ્રેનમાં બુરખા પહેરેલી મહિલાને બંદૂકની અણી પર 'જય માતા દી' કહેવા માટે મજબુર કરી હતી.

એક અંગ્રેજી અખબારમાં ગર્વમેન્ટ રેલવે પોલીસ (GRP) બોરીવલીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પીડિત મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.રિપોર્ટમાં કહેવા મુજબ GRP અધિકારીઓઅ એ બુરખાધારી મહિલાની ઓળખ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું છે. આ મહિલાને આ કેસની મુખ્ય સાક્ષી બનાવવામાં આવી છે.સૂત્રોના કહેવા મુજબ આખી ઘટના ટ્રેનમાં લાગેલા CCTVમાં પણ રેકોર્ડ થયેલી છે.

RPF જવાન ચેતન સિંહ ચૌધરીએ 31 જુલાઇએ પોતાના સિનિયર આસિસટન્ટ સબ ઇન્સ્પેકટર ટીકારામ મીણા અને 3 ટ્રેન યાત્રીઓની હત્યા કરી નાંખી હતી. આ યાત્રીઓના નામ અબ્દુલ કાદર, સૈયદ સૈફુદ્દીન અને અસગર અબ્બાસ શેખ હતા.

મહિલાએ પોતાના નિવેદનમાં તપાસ અધિકારીઓને કહ્યું છે કે, આરોપી ચેતન સિંહ ચૌધરી જ્યારે ઘટના વખતે ટ્રેનમાં આવન-જાવન કરતો હતો ત્યારે તેણે કોચ નંબર B-3માં જ્યાં હું બેઠી હતી ત્યા આવીને મને બંદુકની અણીએ ધમકી આપી હતી અને મને ‘જય માતા દી’ બોલવા માટે મજબુર કરી હતી. એના કહેવા પ્રમાણે હું બોલી તો મને જોરથી બોલવા માટે ફરી દબાણ કર્યું હતું. મહિલાએ નિવેદનમાં આગળ કહ્યું છે કે, મેં આરોપીની ગનને ધક્કો મારીને કહ્યું હતું કે, તું છે કોણ? તો આરોપી ચેતને કહ્યું કે, જો મારી બંદુકને અડકશે તો તને પણ જાનથી મારી નાંખીશ.

ચેતન સિંહ ચૌધરીએ પોતાના સિનિયર ટીકારામ અને અબ્દુલ કાદરની B-5માં, સૈફુદ્દીની B-2માં અને અસગર શેખની B-6માં ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આરોપી ચેતન અત્યારે જેલમાં છે.

ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે ચેતન સિંહની અવાજનો સેમ્પલ અને વીડિયોમાં સંભળાતા અવાજનો સેમ્પલ મેચ થઇ ગયો છે. વીડિયો અને મુસાફરોને નિવેદનને આધારે ચેતન સિંહ સામે IPCની કલમ 153A જેમાં ધર્મ, જાતિ,જન્મ, સ્થાન, નિવાસના આધારે જુદા જુદા ગ્રુપ વચ્ચે દુશ્મની વધારવા માટે પ્રોત્સાહિત કરવા,હત્યાની કલમ 302 ઉપરાંત આર્મ્સ એક્ટ અને રેલવે એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.