'શિખો સાથે ગદ્દારી...', રાહુલ ગાંધીના પંજાબમાં આગમન પર ગુસ્સે થયા હરસિમરત કૌર

PC: aajtak.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પંજાબ પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરની મુલાકાત પણ લીધી હતી. હવે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારત જોડો યાત્રાના પંજાબમાં પહોંચવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ વિપક્ષનો એક વર્ગ હજુ પણ કોંગ્રેસને શીખ વિરોધી તરીકે જુએ છે. આ કારણે આ વખતે જ્યારે રાહુલ પંજાબ પહોંચ્યા છે ત્યારે અકાલી નેતા હરસિમરત કૌરે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમના તરફથી કોંગ્રેસના કાર્યકરોની ઉપર પણ સવાલોનો મારો ચલાવવામાં આવ્યો છે.

હરસિમરતનું કહેવું છે કે, પંજાબ અને શીખો સાથે વિશ્વાસઘાત કરનાર અને શીખોના ધાર્મિક સ્થળોને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર ગાંધી પરિવારના ઉત્તરાધિકારી રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં પંજાબ કોંગ્રેસની આતુરતા અને ખુશી જોવી શરમજનક છે. આજ સુધી આ પરિવારે માફી માંગી નથી, તમે તેમનું સ્વાગત કરી રહ્યા છો. હું કોંગ્રેસના લોકોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે, તમે તેમનું સ્વાગત કરો છો. માફી માંગ્યા વિના તેમની યાત્રાને પંજાબ કેવી રીતે આવવા દેવામાં આવી. હવે હરસિમરતે નામ લીધા વગર ઓપરેશન બ્લુ સ્ટારનો ઉલ્લેખ કર્યો છે. જે ઓપરેશનમાં સેનાએ ગોલ્ડન ટેમ્પલની અંદર ઘૂસણખોરી કરી હતી. જેનો હેતુ જરનૈલ સિંહ ભિંડરાનવાલેને મારવાનો હતો. સેનાએ તે ઓપરેશન જીત્યું તો હતું, પરંતુ તેને એક મોટી રાજકીય હાર તરીકે જોવામાં આવ્યું. ઘણા શીખોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. તે ઓપરેશનમાં, 83 સૈનિકો માર્યા ગયા, 492 અન્ય લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ અને 1,592ને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

હવે એ ઓપરેશન પછી જ શીખોનો મોટો વર્ગ કોંગ્રેસથી નારાજ થઈ ગયો. 1983ના શીખ રમખાણોએ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચાડવાનું કામ કર્યું હતું. આ કારણથી હવે રાહુલ જ્યારે પંજાબ પહોંચી ગયા છે, સુવર્ણ મંદિરની મુલાકાતે છે, ત્યારે હરસિમરત કોંગ્રેસના કાર્યકર્તાઓને તે જૂના દિવસો યાદ કરાવી રહી છે. તેમણે જોર દઈને કહ્યું કે, જે પરિવારે હજુ સુધી માફી માંગી નથી, તેમને પંજાબમાં કેવી રીતે પ્રવેશવા દેવામાં આવ્યા.

આ પ્રકરણમાં અકાલી પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ રાહુલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, ગાંધી પરિવારે હંમેશા પંજાબને તોડવાનું કામ કર્યું છે. ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં ટેન્ક મોકલવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધીએ શીખ રમખાણોને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ એકવાર પણ માફી માંગી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp