11 બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાએ કરાવી નસબંધી તો પતિએ 'અશુદ્ધ થઈ ગઈ' કહી તરછોડી

PC: twitter.com

એક વ્યક્તિએ પોતાની પત્નીને 10 બાળકો સાથે એમ કહીને કાઢી મૂકી કે ‘તે અશુદ્ધ થઈ ગઈ છે કેમ કે તેણે નસબંધી કરાવી દીધી છે. આ ઘટના ઓરિસ્સાના ક્યોંઝર જિલ્લાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં દર વર્ષે એક બાળકને જન્મ આપ્યા બાદ થાકી ચૂકેલી મહિલાએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધી કરાવી દીધી હતી. દહાડી મજૂરી કરનારા તેના પાતિએ 11 વર્ષ અગાઉ પહેલી પત્નીના મોત બાદ આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. જાનકીએ એક મૃત બાળક સહિત 11 બાળકોને જન્મ આપ્યો હતો.

ઓરિસ્સાના ક્યોંઝર જિલ્લાના તેલકોઈ પેટાવિભાગના સલીકેના ગ્રામ પંચાયતના ડિમિરિયા ગામના ભૂઇયાં આદિવાસી રબી દેહુરી સાથે લગ્ન કર્યા બાદ દર વર્ષે એક બાળકને જન્મ આપવાથી થાકી ચૂકેલી જાનકી દેહુરીએ મંગળવારે તેલકોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈને નસબંધી કરાવી દીધી. દહાડી મજૂર રબીએ 11 વર્ષ પહેલા પહેલી પત્નીના મોત બાદ જાનકી સાથે લગ્ન કર્યા હતા. જાનકીએ મૃત બાળક સહિત 11 વર્ષમાં 11 બાળકોને જન્મ આપ્યો હતો.

લગ્ન બાદ જાનકી દર વર્ષ એક બાળકને જન્મ આપતી રહી, જેથી તેનું સ્વાસ્થ્ય બગડી ગયું. સ્થાનિક આશા વર્કર વિજયલક્ષ્મી બિસ્વાલના કહેવા પર જાનકી પરિવાર નિયોજન શિબિરમાં નસબંધી કરાવવા તૈયાર થઈ, પરંતુ જેવી જ તે ઘરે ફરી, ગુસ્સામાં રબીએ તેના પર અપવિત્ર થવાનો આરોપ લગાવીને તેને ઘરથી ભગાવી દીધી. આશા કાર્યકારે કહ્યું કે, ‘તેને પોતાની પત્નીને કહ્યું કે, પરિવારનું નામ ખરાબ કરી દીધું છે અને પૂર્વજો માટે શ્રાદ્ધ કરવા માટે અયોગ્ય થઈ ગઈ છે. બુધવારથી જાનકી અને તેના 10 બાળકો ઘર બહાર એક ઝાડ નીચે રહે છે કેમ કે પતિ ઘરમાં પ્રવેશ કરવા દેતો નથી.

આશા વર્કરે કહ્યું કે, અમે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે અમારા પર તીર ચલાવવાની ધમકી આપી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS)-4 (વર્ષ 2015-16)ના રિપોર્ટ મુજબ, ઓરિસ્સાએ કુલ પ્રજનન દર લક્ષ્ય 2.1 હાંસલ કરી લીધું છે, પરંતુ આદિવાસીઓ વચ્ચે આ દર 2.5 છે. મોટા ભાગના આદિવાસી ઓછી ઉંમરમાં લગ્ન કરી લે છે અને ગર્ભનિરોધકનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે, જેથી ઓછી ઉંમરમાં બાળકોનો જન્મ થઈ જાય છે. ગર્ભધારણ વચ્ચે કોઇ સ્વાસ્થ્ય સમય અને અંતર ન હોવાના કારણે માતાઓ અને બાળકોમાં વધારે રુગ્ણતા અને મૃત્ય દરનું કારણ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp