મુખ્યમંત્રી પહોંચ્યા ઓપરેશન થિયેટરમાં, પૂરી કરી જવાબદારી, બાળકની કરી સર્જરી

PC: zeenews.com

ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા પછી આશરે એક વર્ષ સુધી માણિકા સાહા રાજકીય ગતિવિધિઓથી અલગ પોતાની જૂની જવાબદારી નિભાવતા જોવા મળ્યા હતા. પ્રોફેશનથી ડૉક્ટર એવા ત્રિપુરાના મુખ્યમંત્રીએ બુધવારે 10 વર્ષના એક બાળકની સફળ ડેન્ટલ સર્જરી કરી હતી. સાહાએ ત્રિપુરા મેડિકલ કોલેજમાં એક બાળકની ઓરલ સિસ્ટિક લેસિયન સર્જરી કરી હતી. જણાવી દઈએ કે સાહા ત્રિપુરાન એક જાણીતા મેક્સિલોફેશિયલ સર્જન રહ્યા છે. જૂના વર્ક પ્લેસ ત્રિપુરા મેડિકલ કોલેજમાં જ્યારે સાહો પહોંચ્યા તો તેમના સહયોગીએ તેમનું સ્વાગત કર્યું હતું.

તેમણે આ કોલેજમાં 20થી વધુ વર્ષો સુધી લોકોનો ઈલાજ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પદની ખુરશી પર બેસવા પહેલા સાહા ઓરલ અને મેક્સિલોફેશિયલ વિભાગના પ્રમુખ હતા. મીડિયા સાથે વાતચીત કરતા સાહાએ કહ્યું કે લાંબા સમયના બ્રેક પછી સર્જરી કરી તેમને ઘણી ખુશી મહેસૂસ થઈ રહી છે. સીએમએ કહ્યું કે તેમણે પોતાને ક્યારેય પણ પોતાના પ્રોફેશનથી અલગ મહેસૂસ નથી કર્યા. તેમણે આગળ કહ્યું હતું કે, મેં નક્કી કરી લીધું હતું કે આજ સવારથી કોઈ પણ પ્રશાસનિક તથા રાજકીય કામ નહીં કરું પરંતુ ઓપરેશન થિયેટરમાં પાછો આવીશ. એક ડૉક્ટરના રૂપે દર્દીઓની મદદ કરવા માટે મારા પોતાના પ્રોફેશનમાં પાછા ફરીને મને ઘણું સારું લાગી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સાહાએ જે બાળકની સર્જરી કરી, તે બાળક મોંના ઉપરના ભાગમાં સિસ્ટિક ગ્રોથની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. આ સમસ્યાના કારણે તે બાળકની સાઈનસના હાડકાં પર તેની અસર પડી રહી હતી. રાજ્યમાં આગામી મહિને ચૂંટણી યોજાવાની છે. BJP સહિત બધા રાજકીય દળો જોરશોરથી આવનારી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, સર્જરી કરવા માટે સીએમ આશરે નવ વાગ્યે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને અડધો કલાક પછી હસતા ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા હતા.

તેમની સાથે ડેન્ટલ સર્જરી અને મેક્સિલાફેશિયલ સર્જરી વિભાગના ડૉ. અમિત લાલ ગોસ્વામી, ડૉ. પૂજા દેબનાથ, ડૉ. રુદ્ર પ્રસાદ ચક્રવર્તી પણ હતા. 2016માં તેઓ બીજેપી સાથે જોડાયા તે પહેલા કોંગ્રેસમાં હતા. તે 2020 થી 2022 સુધી ત્રિપુરા BJPના અધ્યક્ષ હતા. મે 2022માં તેઓ મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીના એક વર્ષ પહેલા બિપ્લવ દેવએ CM પદેથી રાજનામુ આપી દીધું અને પછી સાહાને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp