535 કરોડ રૂપિયા કેશ લઇને જતી ટ્રક રસ્તામાં બગડી,લોકોની ભીડ એકઠી થઇ અને......

PC: jantaserishta.com

તમિલનાડુના ચેન્નઇમાં બુધવારે પોલિસને એક એવો ફોન આવ્યો, જેણે અધિકારીઓને ચોંકાવી દીધા હતા. પોલિસ પર કોલ આવ્યો હતો કે એક ટ્રકમાં 535 કરોડ રૂપિયા રોકડા છે, આ ટ્રક રસ્તામાં બગડી ગઇ છે, એટલે સુરક્ષાની જરૂર છે. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલિસને કહેવામાં આવ્યું કે આ ટ્રક RBIની કેશ લઇને જઇ રહી હતી ત્યારે રસ્તામાં ખોટકાઇ ગઇ હતી.

ચેન્નઇમાં 535 કરોડ રૂપિયા રોકડા લઇને જતી ટ્રક વિલ્લુપુરમ પાસે બગડી ગઇ હતી અને આ વિશેની માહિતી ક્રોમપેટ પોલીસને મળતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ કરી તો એક ટ્રક રસ્તા પર ઉભી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર અને અન્ય લોકો પાસેથી માહિતી મેળવી હતી. પોલીસને જોઇને લોકોની ભીડ ધીમે ધીમે એકઠી થવા માંડી હતી અને બધા પોત પોતાના અનુમાન લગાવી રહ્યા હતા.ધીમે ધીમે કરીને મોટું ટોળું ભેગું થઇ ગયું હતું.

ભારતીય રિઝર્વ બેંક (RBI) થી વિલ્લુપુરમમાં રૂ. 535 કરોડ લઈ જતી કન્ટેનર ટ્રકમાંથી ધુમાડો નીકળ્યા બાદ બુધવારે બપોરે તાંબરમમાં લગભગ 100 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 20 સશસ્ત્ર પોલીસ કર્મચારીઓની ટીમ સાથે કન્ટેનર સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કન્ટેનર ચેન્નાઈ-ત્રિચી નેશનલ હાઈવે પર તાંબરમ હોસ્પિટલ નજીક નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિદ્ધા પાસે પહોંચ્યું. કન્ટેનરમાંથી ધુમાડો નીકળ્યો હતો અને ટ્રક ચાલતી બંધ થઇ ગઇ હતી.

તાંબરમના આસિસ્ટન્ટ કમિશ્નર શ્રીનિવાસન ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું કે બે ટ્રક ચેન્નઇથી ભારતીય રિઝર્વ બેંકની કેશ લઇને જઇ રહી હતી. એ દરમિયાન એક ટ્રકનું એન્જિન ખરાબ થઇ ગયું હતું.

પોલીસને જોઇને લોકોની ભીડ એકઠી થઇ હતી અને ટ્રાફીક પણ ધીમો પડી ગયો હતો. પોલીસ બંને ટ્રકોને નજીકના એક પરિસરમાં લઇ ગઇ હતી અને મિકેનિકને બોલાવવામાં આવ્યો હતો. પરંતુ ટ્રકની મરમ્મત થઇ શકી નહોતી. આખરે પોલીસે બંને ટ્રકોને અન્ય વાહનની મદદથી ખેંચીને RBI સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુરક્ષાના કારણોસર,  બંને કન્ટેનરને સિદ્ધ સંસ્થાની અંદર લાવવામાં આવ્યા હતા અને સુરક્ષા માટે આ વિસ્તારમાં 100 થી વધુ સશસ્ત્ર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. રોડ પરનો ટ્રાફિક બે કલાકથી વધુ સમય સુધી ગોકળગાયની ગતિએ ચાલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp