પ્લેન બાદ હવે ટ્રેનમાં યાત્રી પર પેશાબ, નશાની હાલતમાં TTEએ મહિલા પર કર્યો પેશાબ

PC: aajtak.in

લખનૌમાં અમૃતસરથી કોલકાતા જઈ રહેલી અકાલ તખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં હાજર TTE એ એક મહિલાના માથા પર પેશાબ કરી દીધો. મહિલાએ બૂમો પાડતા તેના પતિ તેમજ ત્યાં હાજર અન્ય યાત્રિઓએ TTEને પકડી લીધો. ત્યારબાદ તેને લખનૌ જીઆરપીને સોંપી દેવામાં આવ્યો. TTEને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમજ, રેલ મંત્રાલયે આ મામલામાં તાત્કાલિક એક્શન લીધી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આવી હરકતો દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આ TTEને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર, રાજેશ પોતાની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના A-1 કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો. રાત્રે 12 વાગ્યે તેની પત્ની પોતાની સીટ પર ઊંઘી રહી હતી, ત્યારે જ સહારનપુરમાં પોસ્ટેડ TTE મુન્ના કુમારે તેના માથા પર પેશાબ કરી દીધો. બૂમો પાડવા પર યાત્રિઓ ભેગા થઈ ગયા અને TTEને પકડી લીધો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન યાત્રિઓએ TTEને માર માર્યો. TTE નશામાં ધૂત હતો અને તેણે પેશાબ કરી દીધો હતો. GRP સીઓ સંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે, RPF કંટ્રોલ રૂમ અને ટ્વિટરના માધ્યમથી પરમદિવસે મધ્ય રાત્રિમાં સૂચના મળી હતી કે એક દંપત્તિ બિહારથી આવી રહ્યું હતું અને ચારબાગ રેલવે સ્ટેશન પર પહોંચતા પહેલા જ મુન્ના કુમાર નામના TTએ તેના પર લઘુ શંકા કરી દીધી ત્યારબાદ તાત્કાલિક જીઆરપી પોલીસ ચારબાગ સ્ટેશન પર પહોંચી ગઈ.

જીઆરપી સીઓ સંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે, પીડિત દંપત્તિઓને અટેન્ડ કર્યા, સાથે જ આરોપી TTને ટ્રેનમાંથી પકડી નીચે ઉતારી દીધો અને ફરિયાદીની ફરિયાદના આધારે સુસંગત ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો. સીઓ સંજીવ નાથ સિંહાએ આગળ જણાવ્યું કે, TT પર ધારા આઈપીસી 352, 354 (A) અને 509 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, આ પહેલા પ્લેનમાં પણ એક યાત્રામાં એક મહિલા પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એક યાત્રીએ શરાબના નશામાં મહિલા પર પેશાબ કરી દીધો હતો. દિલ્હી પોલીસે આ મામલામાં કેસ દાખલ કરી લીધો હતો. આ ઘટના અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA292 માં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp