તુનિશા શર્માની બોડી જોઈ માતાની હાલત થઈ ખરાબ, ઈમોશનલ કરી દેશે વીડિયો

PC: timesofindia.indiatimes.com

તુનિશા શર્માની મોત પછી જો કોઈ પર આભ તૂટી પડ્યું હોય તો તે છે તેની માતા પર. એકમાત્ર છોકરીને ગુમાવવાનો ઝટકો લાગ્યો છે. તુનિશાની માતનો એક ઘણો જ ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને લોકોની આંખો ભરાઈ આવી છે. તુનિશાની માતાનો આ વીડિયો જેણે પણ જોયો છે, જે હચમચી ગયું છે. ફેન્સ અને સિલેબ્સ એ જ દુઆ કરી રહ્યા છે કે એક્ટ્રેસની માતાને ભગવાન હિંમત આપે. સોમવારે રાતે તુનિશાની માતા તેના પરિવાર સાથે હોસ્પિટલમાં પહોંચી હતી. તે તુનિશાની ડેડ બોડીને જોવા માટે હોસ્પિટલમાં ગઈ હતી.

એક્ટ્રેસની માતાનો હોસ્પિટલમાં જતા અને ત્યાંથી બહાર આવતાનો વીડિયો સામે આવ્યો છે. બંને જ સમયે તેની માતાને બે લોકોએ પકડીને રાખી છે. હોસ્પિટલમાં જતી વખતે તેની માતા હોંશમાં હોવાનું લાગી રહી હતી પરંતુ એંદર છોકરીની લાશ જોયા પછી તેની માતાની ઘણી ખરાબ હાલત થયેલી જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે છોકરીની લાશને જોયા પછી તે બેહોશ થઈ ગઈ હતી. બેશુદ્ધ હાલતમાં એક્ટ્રેસની માતાને હોસ્પિટલમાંથી બહાર લાવતા જોવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તુનિશાની માતાની હાલત એકદમ ખરાબ છે. તેઓ બેશુદ્ધ છે. તેમને પરિવારના બે સભ્યોએ પકડીને રાખી છે. તુનિશાની માતા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. તેઓ ઘણા શોકમાં છે. ના તો તેની માતા રડી રહી છે ન તો કંઈ બોલી રહી છે. બેશુદ્ધ હાલતમાં એક્ટ્રેસની માતાને જોઈને કોઈનું પણ દિલ તૂટી શકે છે.

પોતાની જુવાન જોધ 20 વર્ષની છોકરીને ગુમાવવું કોઈ પણ માતા માટે સહન કરવું મુશ્કેલ છે. આ વીડિયોને જોઈને લોકોની આંખો નમ છે. બદા બસ એ જ દુઆ કરી રહ્યા છે કે પુત્રીને ઈન્સાફ અપાવવાની જંગમાં તેની માતાને હિંમત મળે. 24 ડિસેમ્બરના રોજ તુનિશાએ સેટ પર મેકઅપ વાનમાં આત્મહત્યા કરી હતી. જેના પછી તેની માતાએ તેના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનને તેની મોત માટે જવાબદાર ઠેરવ્યો હતો.

માતાની ફરિયાદ પછી 28 ડિસેમ્બર સુધી શીઝાન ખાનને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. એક્ટ્રેસની માતાનો આરોપ છે કે શીઝાને તેની છોકરીનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે સંબંધમાં હોવા છતાં બીજી છોકરીઓ સાથે પણ સંબંધ રાખ્યો હતો અને થોડા દિવસો પહેલા જ તેમનું બ્રેકઅપ થયું હતું. જેના કારણે તુનિશા ઘણી સ્ટ્રેસમાં હતી. આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તુનિશાની મોતે સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ તેની આત્મહત્યાના આ કેસને લવ જેહાદ સાથે પણ સાંકળીને તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp