ટ્યુટરને ધો.10ની છાત્રા સાથે થયો પ્રેમ, ગંદા ફોટાઓ બતાવતો, છાત્રાએ કરી આત્મહત્યા
પશ્ચિમ બંગાળના માલદામાં ટ્યુટરની છેડતીથી પરેશાન એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે પણ ટ્યૂટર તેના ઘરે ભણાવવા આવતો ત્યારે તે વિદ્યાર્થીની સાથે છેડતી કરતો રહેતો હતો. ટ્યુટરે તેને પ્રપોઝ પણ કર્યું હતું અને લગ્ન માટે તેના પર દબાણ કરતો હતો. આ પ્રકારનું ઉત્પીડન સહન ન થતાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
માલદાના હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈહો ડાંગા ગામમાં બનેલી આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવ છે. યુવતીની આત્મહત્યાની જાણ થતાં જ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ગુસ્સે થયેલા ગ્રામજનોના ટોળાએ ટ્યુશન શિક્ષકના ઘરમાં કથિત રીતે તોડફોડ કરી હતી, ઘટનાની જાણ થતાં જ હબીબપુર પોલીસ સ્ટેશનનો ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
હાલ પૂરતી પોલીસ ટ્યુટરની ધરપકડ કરીને તેને પોતાની સાથે લઈ આવી છે. મૃતકના પરિજનોએ આરોપી ટ્યુટર નંદન મંડલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીને ત્રાસ આપવા અને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાની લેખિત ફરિયાદ નોંધાવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 16 વર્ષીય મૃતક હબીબપુરની એક હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.
આ વર્ષે તે માધ્યમિક શાળામાં જવાની હતી. બાળકીની માતાએ જણાવ્યું કે, છોકરી સાતમા ધોરણથી નંદન મંડલ નામના સ્થાનિક શિક્ષક પાસે ભણતી હતી, પરંતુ ટ્યુટરને વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો અને પછી લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, ત્યાં સુધી કે, ટ્યુટરે છોકરીના ઘરે જઈને પણ તેની સાથે લગ્ન કરવા વિશે જણાવ્યું હતું.
અભ્યાસ માટે જતી વખતે શિક્ષક ક્યારેક વિદ્યાર્થીના મોબાઈલ ફોન પર વાંધાજનક ચિત્રો બતાવતો હતો. જેના કારણે ધોરણ ૧૦ની વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગઈ હતી. પરિવારના સભ્યોની ગેરહાજરીમાં વિદ્યાર્થીનીએ બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલો પ્રકાશમાં આવતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને શિક્ષકના ઘરમાં તોડફોડ કરી હતી. પરંતુ ત્યાર પછી પોલીસે ત્યાં પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
હબીબપુર પોલીસ સ્ટેશન અધ્યક્ષે જણાવ્યું હતું કે, પ્રાથમિક ફરિયાદના આધારે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે, મૃત્યુના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલદા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp