નવી સંસદમાં દેખાયો અખંડ ભારતનો નક્શો, પાકિસ્તાન ટેન્શનમાં

PC: twitter.com/BJP4Karnataka

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કર્યું. નવા સંસદ ભવનમાં એક ભીત ચિત્ર પ્રાચીન ભારતના પ્રભાવને દર્શાવે છે. આ ભીત ચિત્ર રવિવારે સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે, જેમાં ઘણા લોકોએ દાવો કર્યો કે તે ‘અખંડ ભરત’ના સંકલ્પને દર્શાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અખંડ ભારતને એક સાંસ્કૃતિક અવધારણાના રૂપમાં વર્ણિત કરે છે.

સંસદ ભવનમાં ભીત ચિત્ર ભૂતકાળના મહત્ત્વપૂર્ણ સામ્રાજ્યો અને શહેરોને ચિહ્નિત કરે છે અને વર્તમાન પાકિસ્તાનમાં તાત્કાલીન તક્ષશીલામાં પ્રાચીન ભારતના પ્રભાવને દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની કર્ણાટક એકાઇએ નવા સંસદ ભવનની અંદર પ્રાચીન ભારત, ચાણક્ય, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સિવાય દેશની સાંસ્કૃતિક વિવિધાતાના ભીત ચિત્રો સહિત કલાકૃતિઓની તસવીરો શેર કરી.

ભાજપની કર્ણાટક એકાઈએ પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું કે, તે આપણી ગૌરવપૂર્ણ મહાન સભ્યતાની જીવંતતાનું પ્રતિક છે.’ તો સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટર પર કહ્યું કે, ‘નવી સંસદમાં અખંડ ભારત, તે આપણાં શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્વીટર પર ઘણા લોકોએ નવા સંસદ ભવનમાં અખંડ ભારતના ચિત્રણનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે શું આ વિપક્ષના સમારોહના બહિષ્કારનું કારણ હતું.

રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયના મહાનિર્દેશક અદ્વેત ગડનાયકે કહ્યું કે, આપણાં વિચાર પ્રાચીન યુગો દરમિયાન ભારતીય વિચારોના પ્રભાવને વિતરિત કરવાના હતા. તે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં વર્તમાન અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણ પૂર્વી એશિયા સુધી ફેલાયેલું છે. ગડનાયક નવા સંસદ ભવનમાં પ્રદર્શિત કલાકૃતિઓના સિલેક્શનમાં સામેલ હતા. જો કે હવે RSSનું કહેવું છે કે, અખંડ ભારતની અવધારણાને વર્તમાન સમયમાં સાંસ્કૃતિક સંદર્ભે જોવી જોઈએ ન કે સ્વતંત્રતાના સમયના ધાર્મિક આધાર પર ભારતના વિભાજનના રાજનૈતિક સંદર્ભમાં. જોકે, આ વાત જેમ જ બહાર આવી પાકિસ્તાનમાં ટેન્શન થઇ ગયું હોવાના અહેવાલ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp