
રાજસ્થાનમાં લગ્નમાં મામેરું ભરવાની પરંપરા છે. આમાં, મામા તેમની બહેનના બાળકો (ભાણેજ/ભાણકી)ના લગ્નમાં ઘરેણાં, રોકડ, કપડાં લાવે છે. રાજસ્થાનનો નાગૌર જિલ્લો તેના આવા મામેરા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં મામાઓ પોતાના ભાણેજ અને ભાણકીના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચે છે. આને લગતા ઘણા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે એક મામાએ તેમની ભાણકીના લગ્નમાં 3 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
હવે આ મોંઘા મામેરાની સાથે જોડાયેલા વધુ એક સમાચાર આવી રહ્યા છે. આમાં મામાએ મામેરાનાં તમામ જૂના રેકોર્ડ તોડીને 8 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે. આ મામલો નાગૌરના ઢીંગસરા ગામનો છે. અહીં રહેતા 6 ભાઈઓએ (મામા) મળીને 30 કિલોમીટર દૂર આવેલા શિવપુરા ગામમાં રહેતા તેમના ભાણેજના લગ્નમાં આ મામેરું ભર્યું છે. બધા મામાઓએ મળીને ઘણો બધો સામાન આપ્યો છે. સોશ્યિલ મીડિયા પર આ મામેરાનાં ફોટા અને વીડિયો ખૂબ જોવા મળી રહ્યા છે. તમે પણ જુઓ...
कल्चर ऑफ मायरालैंड जाटलैंड (जायल- नागौर) में आज फिर ऐतिहासिक 8 करोड़ का मायरा।
— Hanuman Choudhary (@thehanumanchdry) March 26, 2023
मेहरिया (जाट )परिवार अपनी बहिन रायधनु के मायरा भरा 2 करोड़ 21 लाख 31 हजार रुपया रोकड़ी,,,,,एक ट्रैक्टर ट्रॉली ,,,100 बिगा जमीन,,,1 किलो सोना,14 किलो चांदी,,,समस्त ग्राम वासियों को 800चांदी के सिक्के pic.twitter.com/PRqYBJaI14
અહીં તમને જણાવી દઈએ કે, ઢીંગસરા ગામના રહેવાસી મહેરિયા પરિવારની દીકરી ભંવરી દેવીના લગ્ન શિવપુરામાં થયા હતા. રવિવારે સવારે 11 વાગ્યે મામેરાની શોભાયાત્રામાં સૌથી આગળ બળદગાડું ચાલતું હતું. તેની પાછળ ટ્રેક્ટર-ટ્રોલી, મોટરસાઈકલ અને લક્ઝરી કારો હતી. આ મામેરામાં જેટલા છુટ્ટા હાથે પૈસા ખર્ચવામાં આવ્યા હતા, તેટલું જ ભવ્ય દૃશ્ય તે મામેરું ભરવા જતી વખતે હતું. વાહનોનો કાફલો લગભગ પાંચ કિલોમીટર લાંબો હતો. ટ્રેક્ટર ટ્રોલીમાં મામેરું ભરવા આવેલા લોકો નાચતા-ગાતા હતા. બહેનના ઘરનું 70 વીઘાનું ખેતર પણ વાહનોના પાર્કિંગ માટે નાનું બની ગયું હતું. આઠ કરોડનું મામેરું ભરનારા છ ભાઈઓ ખેતીની સાથે સાથે કોન્ટ્રાક્ટ, પ્રોપર્ટી ડીલિંગનું કામ પણ કરે છે.
આ મામેરું નાગૌરના ઢીંગસરા ગામમાં રહેતા મહેરિયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું હતું. 6 ભાઈઓ અર્જુન રામ મહેરિયા, ભગીરથ મહેરિયા, ઉમ્મેદારામ મહેરિયા, હરિરામ મહેરિયા, મહેરામ મહેરિયા, પ્રહલાદ મહેરિયા આ મામેરું તેમની એકમાત્ર બહેન ભંવરી દેવીના પુત્રના લગ્નમાં લઈ આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, આ મામેરામાં 2.21 કરોડ રોકડ, 1 કિલો સોનું, 14 કિલો ચાંદી, 100 વીઘા જમીન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘઉંથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પણ આપવામાં આવી છે. આ મામેરામાં લગભગ 5 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ મામેરાની શોભાયાત્રામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને 1-1 ચાંદીનો સિક્કો પણ આપવામાં આવ્યો છે. સમાચાર મુજબ આ મામેરા માટે ઘણા બધા વાહનો આવ્યા હતા. આ મામેરાની શોભાયાત્રા 5 કિલોમીટર સુધી ચાલી હતી. જ્યારે બધા ભાઈઓ થાળીમાં રોકડ લઈને આવ્યા ત્યારે ગ્રામજનોની આંખો પહોળી થઇ ગઈ હતી.
આ મામલો સામે આવ્યા બાદ લોકો તેના પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ કહી રહ્યા છે, તો કેટલાક તેને દેખાડો કહી રહ્યા છે. સારું, તો આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અમને જણાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp