ટ્રેનિંગ દરમિયાન જ CRPFના 2 જવાનોને આવ્યો હાર્ટ એટેક, ન બચી શક્યા જીવ

PC: google.com

ઝારખંડ ટ્રેનિંગ દરમિયાન કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 2 જવાનોના મોત થઈ ગયા. બંને જવાનોએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. બંનેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા, પરંતુ તેમનો જીવ ન બચાવી શકાયા. મૃત જવાનોમાં CRPF 13 બટાલિયનના કોન્સ્ટેબલ પ્રેમ કુમાર સિંહ અને બટાલિયન-7ના શંભુરામ ગૌડ છે. પ્રેમ કુમાર સિંહ મણિપુર તો શંભુરામ ગૌડ બિહારના રહેવાસી હતા. બંનેને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ જમશેદપુરની મેડિટરીના હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન 2 કલાકના ગેપમાં બંને જવાનોના મોત થઈ ગયા. CRPF જવાનોના આમ અચાનક મોતનું કારણ હાલમાં સ્પષ્ટ નથી, પરંતુ લક્ષણોના આધાર પર મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરવા આવી છે. ઘટનાના સંબંધમાં મળેલી જાણકારી મુજબ, CRPFના મુસાબની ઝોનલ ટ્રેનિંગ સેન્ટરમાં જવાન પ્રેમ કુમાર સિંહ અને શંભુરામ ગૌડ ટ્રેનિંગ કરી રહ્યા હતા, ત્યારે આચનક તેમની છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને બેહોશ થઈને પડી ગયા.

સાથીઓએ ઇમરજન્સીમાં બંનેને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત થઈ ગયા. પરિવારજનોને જાણકારી આપી દેવામાં આવી છે. CRPFના વરિષ્ઠ પદાધિકારીઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, ઘટનાવાળા દિવસે જવાનો પાસેથી કઠિન શારીરિક મહેનત કરાવવામાં આવી નહોતી. કહેવામાં આવે છે કે બાનાલોપા સ્થિત બટાલિયન-193 હેડક્વાર્ટરથી 275 જવાનોમાંથી 265એ તાલીમ લીધી.

તાલીમ બાદ લગભગ 10:30 વાગ્યા સુધી બધા જવાન પોત પોતાના બેરકમાં જતા રહ્યા હતા, ત્યારે બંને જવાનોને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ તાલીમ કેન્દ્રમાં ઝારખંડના કુલ 19 બટાલિયનના જવાન તાલીમ માટે લાવવામાં આવ્યા હતા. અહી 45 દિવસની પ્રી ઇન્ડક્શન ટ્રેનિંગ હોય છે, જેમાં જંગલવાર, LRP, યોગ અને નક્સલીયો વિરુદ્ધ યુદ્ધ માટે ફાઈલિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોન્સ્ટેબલ પ્રેમ કુમાર વર્ષ 2001 અને શંભુ કુમાર વર્ષ 2005માં CRPFમાં ભરતી થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp