ટ્યૂશન શિક્ષકોએ ફ્લેટમાં માતા-પુત્રીની હત્યા પછી લૂટ કરી, રૂ. 50 લાખ ટ્રાન્સફર..

PC: livehindustan.com

શિક્ષક એટલે ગુરુ, જેને સમાજનો સૌથી મોટો સુધારક માનવામાં આવે છે. શિક્ષકો આપણને શિક્ષિત કરે છે અને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવે છે, અને ઘણી વખત જીવનના પાઠ પણ ભણાવતા હોય છે. શિક્ષક પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે શિક્ષણ અને જ્ઞાન દ્વારા સમાજને ખોટા રસ્તે જતા બચાવશે, પરંતુ ત્યારે શું થશે કે જયારે શિક્ષક પોતે જ રાક્ષસ બની જાય. રાજધાની દિલ્હીમાં બે શિક્ષકોની આવી જ ક્રૂરતાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લાલચથી અંધ બનીને તેઓએ તેમની વિદ્યાર્થીની અને તેની વૃદ્ધ માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.

શનિવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, પૂર્વ દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં 64 વર્ષની મહિલા અને તેની 30 વર્ષની પુત્રીની હત્યાના મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા રેડિયોના નિવૃત્ત અધિકારી રાજરાની લાલ અને તેમની પુત્રી ગિન્ની કરારના સડેલા ગંધાતા મૃતદેહો બુધવારે તેમના ફ્લેટની અંદરથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ એક અઠવાડિયા સુધી તેમના ફ્લેટમાં પડ્યા રહ્યા હતા, પરંતુ તેમના પાડોશીઓ અને બિલ્ડિંગમાં રહેતા લોકોને કંઈ ખબર જ ન પડી. આખરે બુધવાર 31 મેના રોજ સાંજે જ્યારે પોલીસ ફ્લેટમાં પ્રવેશી ત્યારે તેમને બંને મૃતદેહો ખરાબ રીતે સડી ગયેલી અવસ્થામાં જોવા મળ્યા હતા. માતા-પુત્રીના મૃતદેહમાં કીડા પડી ગયા હતા અને તેમની શરીરની ચામડી પણ ઉતરી ગઈ હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અંકિત સિંહ રાજપૂત અને કિશન તરીકે કરવામાં આવી છે, તેઓએ કહ્યું કે, બંને સંગીત અને અંગ્રેજી શિક્ષક છે, જેઓ ગિન્ની કરારને ભણાવવા માટે મૃતકના ઘરે આવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક માતા-પુત્રીનો ભવ્ય અને આલીશાન ફ્લેટ જોઈને તેમના મનમાં લાલચ જાગી ગઈ હતી. ઘરમાંથી ઘણી રોકડ અને દાગીના મળી જશે, તેમ વિચારીને આરોપીઓએ માતા-પુત્રીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ જઘન્ય હત્યાને અંજામ આપવા તેણે ગુનામાં વપરાયેલ ચાકુ લક્ષ્મીનગર વિસ્તારમાંથી ખરીદ્યું હતું.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મા-દીકરી બંનેની હત્યા કરીને ઘરમાં રાખેલી રોકડ અને દાગીનાની લૂંટ કર્યા બાદ આરોપી શિક્ષક કિશન અને અંકિતે વૃદ્ધ મહિલાના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા તેના મોબાઈલ ફોન દ્વારા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ કેટલાક કારણોસર તે સફળ થઈ શક્યો નહીં.

વૃદ્ધ મહિલાની પુત્રી, ગિન્ની, ઓટીસ્ટીક (બોલવામાં પરેશાની) હતી અને તેના નામે ઘણી મિલકતો હતી. તેની બે મોટી બહેનો પણ હતી, જેઓ પરિણીત છે અને દિલ્હીમાં જ રહે છે, પરંતુ રાજરાનીને તેની બે મોટી પુત્રીઓ સાથે સારા સંબંધો નહોતા.

રાજરાનીના પતિ હુકુમ ચંદનું 2011માં અવસાન થયું હતું. તેના પતિના મૃત્યુ પછી, રાજરાની અને ગિન્ની 2019માં ક્રિષ્ના નગર E બ્લોકના આ ફ્લેટમાં શિફ્ટ થયા તે પહેલા તેઓ રોહિણીમાં રહેતા હતા. આ ડબલ મર્ડર વિષે એક અઠવાડિયા સુધી કોઈને જાણ સુધ્ધાં થઇ ન હતી, તેનું એક કારણ એ હતું કે બંને માતા-પુત્રી ક્યારેય કોઈની સાથે વાત કરતા ન હતા અને પોતાની જાતમાં જ સીમિત રહેતા હતા. તે બંને મોટાભાગે ઘરની અંદર જ રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp