રેલવે ટ્રેક પર રીલ્સ બનાવવા ગયેલા 2 મિત્રો ટ્રેનની ઝપેટમાં આવતા મોત

PC: mashable.com

હાલમાં આપણે જોઇએ છીએ કે યુવાનો રીલ્સ બનાવવાનો ચસ્કો લાગ્યો છે. રીલ્સ બનાવવા માટે લોકો ક્યારેક પોતાને પણ જોખમમાં નાખી દે છે. દિલ્હીમાં 2 મિત્રોને રીલ્સ બનાવવાનો ચસ્કો ભારે પડી ગયો. દિલ્હીના કાંતિ નગર વિસ્તારના રહેવાસી 2 મિત્ર રેલવે ટ્રેક પર રીલ બનાવવા પહોંચ્યા હતા. ત્યારે જ બંને ટ્રેનની ઝપેટમાં આવી ગયા. આ દર્દનાક અકસ્માતમાં બંનેના મોત થઇ ગયા. રિપોર્ટ્સ મુજબ, કાંતિ નગર ફ્લાઇઓવર પાસે 2 મિત્રો મોબાઇલથી રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત થયો.

બંનેની ઓળખ 23 વર્ષીય વંશ શર્મા અને 20 વર્ષીય મોનૂના રૂપમાં થઇ છે. બંને કાંતિ નગર એક્સટેન્શનના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ મુજબ 22 ફેબ્રુઆરીના રોજ શાહદરા પોલીસ સ્ટેશન પર સાંજે પોણા પાંચ (4:45) વાગ્યે અકસ્માતની જાણકારી મળી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને બંને શબોને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે રેલવે ટ્રેકથી મોબાઇલ પણ મળી આવ્યો છે.

જાણકારી મળી છે કે, બંને શોર્ટ ફિલ્મ બનાવતા હતા. 22 ફેબ્રુઆરીની સાંજે પણ બંને રેલવે ટ્રેક પર વીડિયો બનાવવા માટે પહોંચ્યા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે. એક રિપોર્ટ મુજબ વંશ નોએડા ગલગોટિયા યુનિવર્સિટીથી બી.ટેક. કરી રહ્યો હતો. પિતા હરવિંદ કાંતિ નગર વિસ્તારમાં જ ટેક્સ્ટાઈલનું કામ કરે છે. પરિવારમાં માતા અને નાનો ભાઈ દિવાંશું પણ છે. 3 દિવસ અગાઉ જ વંશે બી.ટેક. પાસ કર્યું હતું. તેની પાસે નોકરી માટે પણ કોલ આવી રહ્યા હતા. ઘરમાં ખુશીઓનો માહોલ હતો.

પરિવારજનોએ ડિગ્રી મળવા પર મિઠાઈઓ વહેંચી હતી, પરંતુ તેમને શું ખબર હતી કે 3 દિવસ બાદ તેમના ઘરમાં શોકનું મોજું ફરી વળશે. વંશના મામા વિજય શર્માએ જણાવ્યું કે થોડા દિવસોથી લાગી રહ્યું હતું કે ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છે. તે સતત કહી રહ્યો હતો કે તેની પાસે નોકરીના ફોન આવી રહ્યા છે. કોઈ સારી કંપનીમાં જવા માગતો હતી, પરંતુ નસીબ જુઓ, તેને મોત પોતાની સાથે લઈ ગયું. મોનૂના પરિવારમાં પિતા રાજેશ, માતા, મોટો ભાઈ સોનૂ અને ભાભી છે. મોટી બહેનના લગ્ન થઈ ચૂક્યા છે.

ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. મોનૂનો પિતા એક ફેક્ટ્રીમાં કામ કરે છે, જ્યારે મોટો ભાઈ કંઈ કામ કરતો નથી. મોનું દુકાનોમાં સેલ્સમેનનું કામ કરતો હતો, જ્યાંથી 5-6 હજાર રૂપિયા મળતા હતા, પરંતુ તેને વીડિયો બનાવવાનો ખૂબ શોખ હતો અને મોટા ભાગ્યે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખતો હતો. તે માતાને હંમેશાં કહેતો હતો કે, જોજો એક દિવસ સોશિયલ મીડિયા પર એટલો ફેમસ થઈ જઈશ કે ઘરની બધી ગરીબી દૂર થઈ જશે, પરંતુ શું ખબર હતી કે આ જ વીડિયો બનાવવાનો તેના પુત્રને દૂર કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp