બે માલગાડી એક-બીજા સાથે ટકરાઇ, 12 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા

PC: twitter.com/ANI

હાલમાં જ બાલસોરમાં એક મોટો રેલ અકસ્માત થઈ ગયો હતો, જેમાં લગભગ 300 લોકોના મોત થઈ ગયા હતા. હવે વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના બાંકુડામાં એક મોટો રેલ અકસ્માત થઈ ગયો છે. અહીં બે માલગાડીઓ અરસપરસ ટકરાઇ ગઈ. ત્યારબાદ ઓછામાં ઓછા 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. એક માલગાડીનો ચાલક ઇજાગ્રસ્ત થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક મલગાડીને બીજીને પાછળથી ટક્કર મારી દીધી.

રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને જ માલગાડીમાં કોઈ સામાન ભરવામાં આવ્યો નહોતો. અકસ્માતના કારણે આદ્રા મંડળમાં ટ્રેન રુટ પ્રભાવિત થયા છે અને ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. રેલવેના અધિકારી જલદી જ રુટને રિસ્ટોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલવે ડિવિઝન પશ્ચિમ બેંગાળના 4 જિલ્લાઓમાં સેવાઓ આપે છે. પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનના રુટ આ ડિવિઝનથી સંચાલિત થાય છે. રિપોર્ટ્સ મુજબ, રેલવે અધિકારી ઘટનાની તપાસ કરશે.

એક ટીમ અકસ્માતવાળી જગ્યા પર પહોંચી છે. ઘટનાના તુરંત બાદ ત્યાં સ્થાનિક લોકો પહોંચી ગયા હતા. આ અકસ્માતથી મોટા સવાલ ઉઠી રહ્યા છે. જો માલગાડીની જગ્યાએ કોઈ મુસાફર ટ્રેન હોતી તો ફરી એક વખત બાલાસોર જેવો અકસ્માત થઈ શકતો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ અકસ્માત બાદ આજે પુરુલિયા હાવડા એક્સપ્રેસ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. તો પોરબંદર સંતરાગાછી એક્સપ્રેસને પુરુલિયા સ્ટેશનથી ચાંડીલ ટાટાનગરના રસ્તે મોકલવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાબતે દક્ષિણ પૂર્વ રેલવેના CPROએ કહ્યું કે, ઓન્ડાગ્રામ સ્ટેશન પર રેલવે મેન્ટેનેન્સ ટ્રેન (BRN)ની શન્ટિંગ ચાલી રહી હતી. માલગાડી લાલ સિગ્નલથી આગળ નીકળી ગઈ અને ન રોકાઈ અને BRN મેન્ટેનેન્સ ટ્રેન સાથે ટકરાઇને ટ્રેક પરથી ઉતરી ગઈ. આ ઘટના લગભગ સવારે 4:05 વાગ્યે થઈ, જેમાં 8 વેગન ટ્રેન પરથી ઉતરી ગયા. રેલવે ટ્રાફિકને ચાલુ કરવાનું કામ ચાલી રહ્યું છે. અપ મેલ લાઇન અને અપ લૂપ લાઇન પહેલા જ 7:45 વાગ્યે ચાલુ કરી દેવામાં આવી છે.

સેક્શન પર રેલ ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારથી પહેલી ટ્રેન 8:35એ પસાર થઈ. બાલસોરમાં ટ્રેક પર ઊભી માલગાડીને પાછળથી આવી રહેલી ટ્રેને જોરદાર ટક્કર મારી દીધી હતી. બીજી તરફથી આવી રહેલી હાવડા એક્સપ્રેસ પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે, અત્યારે દુર્ઘટનાના અસલી કારણો પર કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp