ભાઈ ન બોલવા પર દિલ્હીના અશોક વિહારમાં ગેંગવાર, ગોળીબારીમાં 2ના મોત, એક ઇજાગ્રસ્ત

રાજધાની દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં માત્ર નામ સાથે ‘ભાઈ’ ન બોલવાના કારણે  બે લોકોની હત્યા કરી દેવામાં આવી. તો ગોળી લાગવાથી એક વ્યક્તિની હાલત ગંભીર થઈ ગઈ. આ દરમિયાન છરો મારવાના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે આ ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, સામાન્ય વાતચીત અને ગાળા-ગાળીથી શરૂ થયેલી વાત મારામારી હિંસક ગેંગવારમાં બદલાઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિલ્હીના અશોક વિહારમાં એક વ્યક્તિના નામ સાથે બાઇ બોલવાને લઈને બે જૂથોમાં પહેલા બહેસ અને પછી ગાળાગાળીની શરૂઆત થઈ.

વાતો વાતોમાં બંને તરફથી મારામારી થઈ. ત્યારબાદ બંને તરફથી ગોળીબારી કરવામાં આવી. આ ગેંગવારની ઘટનામાં બે લોકોની હત્યા કરી દેવામાં આવી. તો ગોળી લાગવાથી એક વ્યક્તિ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ભલસ્વા ડેરી વિસ્તારમાં રહેનારા રઘુ, જાકિર અને ભૂરો સોમવારે રાત્રે કોઈ ડબ્લૂ નામના વ્યક્તિને મળવા અશોક વિહાર પહોંચ્યા હતા.

આ ત્રણેયે ડબ્લૂને શોધવા દરમિયાન એક સ્થાનિક વ્યક્તિને પૂછ્યું કે ડબ્લૂ ક્યાં રહે છે? એ વ્યક્તિએ પલટીને કહ્યું ઈજ્જતથી વાત કર, ડબ્લૂ નહીં, ડબ્લૂ ભાઈ બોલો. આ વાતને લઈને બોલાબોલી અને બહેસનો અવાજ સાંભળીને ડબ્લૂ ત્યાં પહોંચ્યો. મારામારી શરૂ થતા જ રઘુએ ડબ્લૂને ગોળી મારી દીધી. તેના તુરંત બાદ ડબ્લૂના સાથીઓએ રઘુને ગોળી મારી દીધી. રઘુનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત ડબ્લૂને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, ગેંગવાર વચ્ચે રઘુને ગોળી લાગતા જ તેના બંને સાથી ઘટનાસ્થળ પરથી ભાગી ગયા. ડબ્લૂના સાથીઓએ પીછો કરતા રઘુના એક સાથી ભુરાને પકડી લીધો અને તેના પર છરાથી અનેક વાર કરીને તેનો જીવ લઈ લીધો. પછીથી ઘટનાસ્થળ પરથી ભાગી નીકળેલા રઘુના બીજા સાથી જાકિરની પોલીસે ધરપકડ કરી લીધી. પોલીસ તેને પૂછપરછ કરી રહી છે. તો હૉસ્પિટલમાં દાખલ ડબ્લૂની પૂછપરછ માટે ડૉક્ટરોના નિર્દેશની રાહ જોવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, અશોક વિહારમાં ડબલ મર્ડર અને ગેંગવારનો કેસ નોંધીને તપાસ તેજ કરી દેવામાં આવી છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.