સ્મશાનમાં અડધા સળગેલા શબનું માંસ ખાઇ રહ્યા હતા 2 લોકો, NHRCએ માગ્યો રિપોર્ટ

ઓરિસ્સાના મયુરભંજમાં એક સ્મશાનમાં બે વ્યક્તિઓ દ્વારા માણસનું માંસ ખાવાની ઘટના સામે આવી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ મયુરભંજના કલેક્ટર પાસે 4 દિવસની અંદર રિપોર્ટ માગ્યો છે. 12 જુલાઇના રોજ બાનશાહી ગામમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે અડધા સળગેલા શબના માંસ ખાઈ રહ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ તેમને પકડીને બંધ કરી દીધા હતા. જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બંનેને પોલીસ સ્ટેશન લઈને જતી રહી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાનશાહી ગામની જ રહેવાસી 25 વર્ષીય મધુસ્મિતા બીમાર થઈ ગઈ હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ જીવ ન બચાવી શકાયો. ત્યારબાદ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તો બંને આરોપી અડધા સળગેલા શવનું માંસ લઈ આવ્યા અને ખાવા લાગ્યા. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓના નામ સુંદર મોહન સિંહ (ઉંમર 58 વર્ષ) અને નરેન્દ્ર સિંહ (ઉંમર 25 વર્ષ) છે.
માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ રાધાકાંત ત્રિપાઠીએ કેસ ફાઇલ કર્યો તો આયોગે 20 જુલાઇના રોજ નિર્દેશ જાહેર કર્યો. વકીલે કહ્યું કે, માણસનું માંસ ખાઈને મૃત્યુ ઉપરાંત મળતા અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વરસાદના કારણે શબ આખું સળગી શક્યું નહોતું, બંને જ આરોપી શબમાંથી એક ટુકડો લઈને આવ્યા હતા અને તેને ખાધો. આ ઘટના બાદ લોકોમાં ખૂબ રોષ છે અને તેઓ આરોપીઓ પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. રાધાકાંત ત્રિપાઠીએ કહ્યું કે, પોલીસે ડિશાના વિચ હંટિંગ એક્ટ 2013ની કલમ હેઠળ FIR નોંધી નથી. મયુરભંજમાં કાળો જાદુ અને સ્મશાનમાં સાધના જેવી વસ્તુ કરવામાં આવી રહી છે.
આ અગાઉ આ ઘટના પર IIC સંજય કુમાર પરિદાએ કહ્યું હતું કે, ગ્રામજનોની ફરિયાદ પર 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આરોપ છે કે, બંને માણસનું માંસ ખાઈ રહ્યા હતા. ઘટનાને અંજામ આપવા દરમિયાન બંને નશાની હાલતમાં હતા. તેમની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 297 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જો કે, તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું માંસ મળ્યું નહોતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, જેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp