એક યુવતી અને બે દાવેદાર, પોલીસ સ્ટેશનમાં 6 કલાક સુધી થઈ રકઝક,પોલીસ પણ ચકરાવે ચડી

ઉત્તર પ્રદેશના ઝાંસીના મઉરાણીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત રાણીપુર પોલીસ સ્ટેશનની પોલીસ એ સમયે અસહજ થઈ ગઈ, જ્યારે એક યુવતી પર 2 લોકોએ દાવો કરી દીધો. પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી પિન્કીને લઈને 2 યુવક એક-બીજા સાથે ઝગડો કરવા લાગ્યા. જલૌનના રહેવાસી એક યુવકે પિંકી નામની યુવતી પર દાવો કરતા કહ્યું કે, ઝાંસીમાં એક વર્ષ પહેલા એક લગ્ન સંમેલનમાં તેમના લગ્ન થયા હતા, તો આ તેની પત્ની છે. તો પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત મઉરાણીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જ રહેવાસી બીજા યુવકે દાવો કરતા કહ્યું કે, પિંકી હવે તેની પત્ની છે.
બીજા યુવકે દાવો કર્યો કે, પિંકી સાથે કોર્ટ મેરેજ કર્યા છે. એક યુવતી પર બે લોકોની દાવેદારીથી રાણીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પણ પરેશાન થઈ ગયા. લગભગ 6 કલાક સુધી પિંકી માટે 2 પતિ એક-બીજા સાથે ઝઘડો કરતા રહ્યા. રાણીપુર પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પણ આ નિર્ણય ન કરી શક્યા કે આખરે પિંકી કોની પત્ની છે. મામલો ઉગ્ર બનતો જોઈને પોલીસ અધિકારીઓએ તરત પિન્કીને બીજા પતિ સાથે મોકલી દીધી છે. પહેલા પતિએ પોતાની ફરિયાદ રાણીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા કાર્યવાહીનિ માગ કરી છે.
બીજી તરફ પિંકીનું કહેવું છે કે તેનો પહેલો પતિ તેની પાસે દારૂના નશામાં આવીને મારતો હતો. એક વર્ષ સુધી પતિનો અત્યાચાર સહન કરતી રહી, જ્યારે સ્થિતિ બેકાબૂ થવા લાગી તો પહેલા પતિને છોડવાનો નિર્ણય લીધો અને રાણીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જ રહેવાસી એક બીજા યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા. પિંકીનું એમ પણ કહેવું છે કે, તે પુખ્ત વયની છે, પોતાના બીજા પતિ સાથે રહેવા માગે છે. પિંકીની મંશા જાણતા પોલીસે પણ મોડું કર્યા વિના પિન્કીને તેના બીજા પતિ સાથે મોકલી આપી અને પહેલા પતિને તપાસ કરીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપીને તેને જેલ મોકલી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp