ન કોઈ ધર્મની દીવાલ, ન ભેદભાવ, 2 મુસ્લિમ કરે છે સુંદરકાંડનો પાઠ

PC: aajtak.in

બુલંડખંડ વિસ્તારના મહોબા જિલ્લામાં બે મુસ્લિમ લોકો કોમી એકતાનું ઉદાહરણ બનીને ઉભર્યા છે. બંને આખા જિલ્લામાં સુંદરકાંડનો પાઠ વાંચતા નજરે પડી જાય છે. આ બંને છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ લોકો સાથે સુંદરકાંડનો પાઠ વાંચી રહ્યા છે. મુહમ્મદ ઝહીર એન સુલેમાન નામના આ બંને મુસ્લિમ યુવકો માટે હિન્દુ, મુસ્લિમ વચ્ચે ન કોઈ ધર્મની દીવાલ, ન કોઈ ભેદભાવ છે. બંને મુસ્લિમ વ્યક્તિ કાર્યક્રમમાં હિન્દુ સમાજ સાથે વર્ષોથી સુંદરકાંડનો પાઠ કરે છે.

હિન્દુ-મુસ્લિમ એકતા અને ભગવાનની એક ધારણા રાખનારા આ બંને મુસ્લિમ વ્યક્તિ સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ છે અને એ લોકોના ગાલ પર જોરદાર તમાચો છે જે ધર્મના નામ પર માણસાઈને વહેચીને અરસપરસના ભાઇચારા માટે નાસૂર બને છે. સુંદરકાંડનો પાઠ કરનારા સુલેમાનના પિતા બસીર ચાચા જે પોતે પણ ‘બાણાસુર’નો અભિનય કરતા રહ્યા છે. તેમણે મૃત્યુ અગાઉ પોતાના છોકરાઓને કહ્યું હતું કે, ‘મારા મોત બાદ ‘ચાલીસમુ’ પણ કરશો અને ‘તેરમુ’ પણ કરજો.

કુલપહાડ તાલુકાના સુગીરા ગામ સહિત જિલ્લામાં ક્યાંય પણ સુંદરકાંડ થાય છે, તો મોહમ્મદ ઝહીર અને સુલેમાનને બોલાવવામાં આવે છે. તેઓ ઈશ્વરને એક માને છે. સોમવારે રાત્રે ગામના જ અમિત દ્વિવેદીના ઘરમાં સુંદરકાંડનો પાઠ થયો હતો, જેમાં આ બંને મુસ્લિમ યુવકોને સુંદરકાંડનો પાઠ વાંચતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજના આ નફરતના માહોલમાં પણ બંને મુસ્લિમ યુવક કોમી એકતાનું ઉદાહરણ બનીને ઉભર્યા છે અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાને મજબૂત કરી રહ્યા છે.

ઢોલ, મંજીરા વચ્ચે ભક્તિમાં ડૂબેલા માહોલમાં બે મુસ્લિમ યુવકોનું સુંદરકાંડનો પાઠ કરવાનું બધાને પસંદ આવ્યું છે. મુહમ્મદ ઝહીર કહે છે કે, તે 16 વર્ષથી સુંદરકાંડનો પાઠ કરી રહ્યો છે. આપણે હિન્દુ-મુસ્લિમ એક છીએ અને એક જ રહીશું. જેમણે રાજનીતિના રોટલા સેકવા હોય તેઓ હિન્દુ-મુસ્લિમમાં ભેદ નાખી રહ્યા છે. આપણી ભાવનાઓ સાથે રમી રહ્યા છે. આપણે હિન્દુ-મુસ્લિમ એક સમાન છીએ અને ભગવાન એક છે. તો સુલેમાને કહ્યું કે, તે પણ 16 વર્ષોથી સુંદરકાંડનો પાઠ કરી રહ્યો છે.

તેણે કહ્યું કે, અમારા ગામમાં હિન્દુ-મુસ્લિમમાં કોઈ ભેદભાવ નથી અને બધા મળીને રહે છે. એક-બીજાના તહેવારમાં પણ સામેલ થાય છે. તેનું કહેવું માનીએ તો ખરાબ સમયમાં હિન્દુ ભાઈ તેમની મદદ પણ કરે છે. બતાવે છે કે તેના પિતા પણ રામલીલાનું પાત્ર ભજવતા હતા અને તેમની પાસે જ સાંપ્રદાયિક સૌહાર્દની શીખામણ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp