અંડરવેરને તડકામાં સૂકવવાને લઈને બે પક્ષ વચ્ચે થયો ઝઘડો, જાણો પછી શું થયું

PC: aajtak.in

UPના આઝમગઢથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અંડરગારમેન્ટ સૂકવવા બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોએ કોઈ પણ રીતે આ લડાઈને શાંત કરાવી હતી. જેમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો શહેરના કટરા વિસ્તારનો છે. પીડિત પક્ષે 8 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

વાસ્તવમાં રાગિણી કપૂરનો પરિવાર અહીં રહે છે. તે કહે છે કે, તેના પડોશીઓ તેના અંડરગારમેન્ટ સૂકવવાને લઈને અવાર નવાર તેની સાથે ઝઘડતા રહે છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે મારપીટ કરીને ભાગી જાય છે. એ લોકો માથાભારે છે. તેથી જ પોલીસ પણ તેમની સાથે કંઈ કરતી નથી. આ વખતે પણ અંડરવેરને તડકામાં સૂકવવાને લઈને લડાઈ થઈ હતી. તેઓ પહેલા ઝઘડો કરવા લાગ્યા અને પછી મારપીટ કરવા લાગ્યા.

હકીકતમાં આખો મામલો અન્ડરવેરને તડકામાં સૂકવવા વિશે છે. આજુબાજુના લોકોને પણ તેમના આ ઝઘડાની આદત પડી ગઈ છે. બીજી તરફ જેઓ અજાણ છે તેઓ પણ આ ઝઘડાની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા છે. સાથે જ તેઓ હસી રહ્યા છે કે, અન્ડરવેર સૂકવવા માટે કોણ લડે છે. જેને તડકામાં સુકવવું હોય તે સૂકવે, તેનાથી પડોશીને શું તકલીફ થઈ શકે? તેઓ તેમના અન્ડરવેરને છુપાવીને સૂકવે.

દબંગ સુરેન્દ્ર સિંહનો તેના પાડોશી ગુડ્ડુ સિંહ સાથે જુનો વિવાદ છે. લોકોએ કહ્યું કે તે, દરરોજ લડતો રહે છે. ગુડ્ડુ સિંહ અને તેના પરિવારના સભ્યોએ ગઈકાલે રાત્રે અંડરવેર સુકાવવાના નજીવા વિવાદને લઈને સુરેન્દ્ર સિંહ અને તેની પત્ની અનિતા કૌરને લાકડીઓ અને ઈંટો વડે ઘાયલ કર્યા હતા. સંબંધીઓએ તાજેતરમાં ઘાયલ દંપતીને ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

ઘટના બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ જયારે લડાઈ થઇ ત્યારે ઘટનાસ્થળે પહોંચી જ નહીં. પરિણામ એ આવ્યું કે આરોપી લડાઈ કરીને ભાગી ગયો હતો. આ લડાઈમાં પીડિત પક્ષના ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત પક્ષનું કહેવું છે કે, આરોપી માથાભારે છે. તેની પાસે ઉપર સુધીની પહોંચ છે. જેના કારણે પોલીસ પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી.

આ મામલામાં SPનું કહેવું છે કે, હાલમાં કેસ નોંધીને ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કપડા સુકવવા બાબતે ઝઘડો થયો હતો. બંને પક્ષો એકબીજાના પડોશી જ છે. 8 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. SPનું કહેવું છે કે આ પહેલા પણ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp