નૂહમાં ઉપદ્રવીઓનો નિશાના પર ધાર્મિક સ્થળોઃ 2 મસ્જિદો પર ફેંકાયા પેટ્રોલ બોમ્બ

PC: indiatoday.com

હરિયાણાના નૂહમાં સોમવારે શરૂ થયેલી હિંસાની આગ હજુ પણ શાંત થવાનું નામ લઇ રહી નથી. ઉપદ્રવીઓ હવે ધાર્મિક સ્થળોને નિશાનો બનાવી પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપી રહ્યા છે. બુધવારની પાતે નૂહ જિલ્લાના તાવડૂમાં બે મસ્જિદોને નિશાનો બનાવવામાં આવી હતી. મોટરસાઇકલ સવાર ઉપદ્રવીઓએ બે મસ્જિદો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા. આ પહેલા પણ ઘણાં મંદિરો અને મસ્જિદોને નિશાનો બનાવવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ ધાર્મિક સ્થળોને નિશાનો બનાવી લોકોની ભાવનાઓને ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તાવડૂમાં બુધવારે રાતે લગભગ 11.30 વાગ્યે મસ્જિદોને નિશાનો બનાવવામાં આવી. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈની જાનને હાનિ પહોંચી નથી. જે મસ્જિદોમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા તેમાંથી એક વિજય ચોકની પાસે છે તો બીજી મસ્જિદ પોલીસ સ્ટેશનની નજીક છે. બંને મસ્જિદોને નુકસાન પહોંચ્યું છે.

પોલીસે કહ્યું કે, ઘટના વિશે જાણકારી મળતા જ ફાયર બ્રિગેડને બંને મસ્જિદો પર મોકલી દેવામાં આવ્યા અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. તો બીજી બાજુ પલવલમાં પણ બંગડીઓની એક દુકાનને આગમાં હોમી દેવામાં આવી. પોલીસ આ બંને ઘટનાઓમાં સામેલ ઉપદ્રવીઓની શોધમાં છે.

નૂહ અને પલવલમાં હિંસાની ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે બંને જગ્યાઓ પર ધારા 144 લાગૂ છે. સોમવારના રોજ બ્રજમંડળ યાત્રા પર થયેલા હુમલા પછી ભડકી હિંસાને જોતા નૂહ, ગુરુગ્રામ, પલવલ, ફરીદાબાદ જેવા જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો નૂહમાં કેન્દ્રીય દળોની તૈનાતી પણ કરી દેવામાં આવી છે.

નૂહ અને ગુરુગ્રામમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે રસ્તાઓ પર વાહનોને આગમાં ફૂંકી દેવામાં આવ્યા છે. ઘણી દુકાનોને લૂટી લેવામાં આવી છે. તો ઘણાં મકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. હરિયાણા પોલીસે બુધવાર સુધીમાં નૂહમાં 116 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે 90 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 5 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp