રશિયન યુ ટ્યૂબર મુંબઇમાં આવીને ભેરવાયા, થયો પોલીસ કેસ
મુંબઈની ઊંચી ઈમારતો પર કરતબ દેખાડવાનું બે રશિયન યુટ્યૂબરને ભારી પડી ગયું હતું. આ બંને રશિયન યુટ્યૂબર મુંબઈની એક બિલ્ડીંગ પર સ્ટંટ કરી રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યા પછી પોલીસને તેમના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે આશરે દોઢ કલાકની મહેનત કર્યા પછી રશિયન ટુટ્યૂબર્સને પકડી પાડ્યા હતા, જે એક સ્ટંટ વીડિયો રેકોર્ડ કરવા બદલ સોમવારે રાતે તારદેવ વિસ્તારમાં ઈમ્પીરિયલ ટ્વિન ટાવરમાં ઘુસ્યા હતા.
Mumbai में रूसी YouTubers को इमारत पर स्टंट करना पड़ा भारी - HM Newshttps://t.co/1LCHFbbiJW
— Hindmata Mirror ( HM NEWS ) (@hindmatamirror) December 27, 2022
જણાવી દઈએ કે મુંબઈના આ હાઈપ્રોફાઈલ વિસ્તારમાંના એક તારદેવમાં 60 માળના રેસીડેન્સીયલ ટ્વિન ટાવર છે, જેમાં શહેરની ઘણી મોટી હસ્તીઓ તેમના પરિવાર સાથે રહે છે. જ્યાં સ્ટંટ કરતા આ વિદેશી નાગરિકોને જોતા સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને આ વાતની જાણકારી પોલીસને આપી હતી.
પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસને કહ્યું કે તેઓ દાદરા ચઢીને ટાવરના 58મા માળ સુધી ગયા હતા અને સ્ટંટ કરવા માટે ઉપરથી નીચે આવવાનું હતું અને આ સ્ટન્ટનો વીડિયો રેકોર્ડ કરવાનો હતો. બંને રશિયનનોના નામ મક્સિમ શચરબાકોવા શ્(25 વર્ષ)અને રોમન પ્રોશિન(33 વર્ષ) છે.
પોલીસે આ વાતની જાણકારી રશિયન કોન્સ્યુલેટને પણ મોકલવામાં આવી હતી. પોલીસે બંને વિરુદ્ધ IPCની ધાર 452 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને રશિયન યુટ્યુબર્સને હિરાસતમાં લેવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતની વસ્તીને જોતા યૂ ટ્યૂબરોને અહીંથી ઘણા વ્યૂઅર્સ મળે છે અને કમાણી પણ મોટી થાય છે. એટલે આખી દુનિયામાંથી યુ ટ્યૂબર્સ અહીં આવીને કન્ટેન્ટ બનાવતા હોય છે. થોડા સમય પહેલા સાઉથ કોરિયાની એક યુટ્યૂબર મુંબઇમાં કન્ટેન્ટ બનાવતી હતી અને તેની છેડતી કરવામાં આવી હતી. જેને લઇને ઇન્ટરનેશનલ લેવલ પણ ભારે હોબાળો મચ્યો હતો. પોલીસ કેસ પણ દાખલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp