બે બેન લૂંટેરી દુલ્હન બનીને આવી, લગ્નના 5 દિવસ પછી બે ભાઈઓને લગાવ્યો લાખોનો ચૂનો

PC: deshbandhu.co.in

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી બે લૂંટારુ દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે પિતરાઈ ભાઈઓની સાથે એક અઠવાડિયા પહેલા ઉત્તર પ્રદેશના ગોરખપુરની બે બહેનોએ વચેટિયા મારફતે મંદિરમાં લગ્ન કર્યા હતા. હવે બંને ભાઈઓએ આરોપ લગાવ્યો છે કે, પાંચ દિવસમાં બંને વહુઓ લાખો રૂપિયાનો સામાન અને રોકડ લઈને ભાગી ગઈ હતી. જ્યારે પીડિત ભાઈઓએ વચેટિયાઓ પાસેથી તેમના પૈસા પાછા માંગ્યા, ત્યારે તેઓએ તે આપવાનો ઇનકાર કર્યો. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દર્પણ કોલોનીમાં રહેતા ભરત ગુપ્તા અને તેના પિતરાઈ ભાઈ રોહિત ગુપ્તાએ ઉત્તર પ્રદેશના ગોરખપુરની બે સગી બહેનો સાથે તેમની ફોઈના પુત્ર બંટી ગુપ્તા અને તેના મિત્રો જીતુ અને લાલુ દ્વારા લગ્ન કર્યા હતા. નવી વહુઓના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ હતો. પરંતુ કોઈને સહેજ પણ ખ્યાલ નહોતો કે બે લૂંટારુ વહુઓ પરિવારમાં ઘૂસી ગઈ છે.

આ ઘટના ગુરુવારે ત્યારે બની હતી જ્યારે પીડિત ભરત ગુપ્તા તેની પત્નીને મળ્યા બાદ હાઈકોર્ટમાં તેની ઓફિસે ગયો હતો. તેની માતા, બહેન અને પિતા ઘરે હતા. દરમિયાન બંને દુલ્હન 6 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડા લઈને ગુમ થઈ ગઈ હતી. પરિવારના તમામ સભ્યોને ઘરની અંદર બંધ કરી દીધા હતા. પરિવારના સભ્યોએ પડોશીઓની મદદથી દરવાજો ખોલાવ્યો અને પુત્ર ભરતને આ અંગે જાણ કરી. માતા સાથે ફોન પર વાત કરતાં જ જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે તે થોડી વાર પહેલા જ તેની પત્નીને પ્રેમાળ રીતે મળીને કોર્ટમાં પહોંચ્યો હતો.

આ પછી ભરતે તેની પત્ની અંજલિ ચૌહાણને ફોન કર્યો તો એનો ફોન બંધ આવ્યો. ત્યારપછી રોહિત ગુપ્તાએ તેની પત્ની સંજના ચૌહાણને પણ ફોન કર્યો હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. બંને લૂંટારૂ દુલ્હન સગી બહેનો છે. ભરત પાસે તેનું આધાર કાર્ડ પણ છે, જેમાં તેનું સરનામું, પારસખંડ બરગડવા હરેંયા મહારાજગંજ ઉત્તર પ્રદેશ લખેલું છે.

પીડિત પરિવારે જણાવ્યું કે, 9 અને 10 જૂનના રોજ સગાઈનું ફંક્શન ઘરે જ હતું. ત્યારબાદ 11 જૂને ભરત અને રોહિતના લગ્ન અંજલિ અને સંજનાના થયા, લગ્ન સમારોહમાં કન્યાના તરફથી કોઈ હાજર રહ્યું ન હતું. પીડિતોએ સ્ટેશન ઈન્ચાર્જને આવેદન આપી ન્યાયની અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp