બે પત્નીઓએ મળીને છરાથી પતિને પતાવી દીધો, 6 મહિના અગાઉ જ કરેલા બીજા લગ્ન

PC: aajtak.in

બિહારના છપરા જિલ્લામાં 2 પત્નીઓએ મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક દિલ્હીમાં રહીને રોજી રોટી કમાઈ રહ્યો હતો. બકરીદના અવસર પર જ પોતાના ઘરે આવ્યો હતો. જાણકારી મળતા જ પોલીસે બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ભેલ્દી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલ્દીવાલિયા રાયપુરના રહેવાસી આલમગીર અન્સારી (ઉંમર 45 વર્ષ)ના પહેલા લગ્ન લગભગ 10 વર્ષ અગાઉ થયા હતા.

પત્ની સલમા સારણ જિલ્લાના જ ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચિંતામનગંજ ગામની રહેવાસી છે, પરંતુ લગ્નના થોડા મહિના બાદ જ આલમગીરની પહેલી પત્ની સાથે અણબનાવ થઈ ગયો. આ કારણે સલમા છોડીને બીજી જગ્યાએ રહેવા લાગી. બીજી તરફ છેલ્લા 6 મહિના અગાઉ આલમગીરે દિલ્હી જઈને બંગાળની રહેવાસી અમીના સાથે બીજા લગ્ન કરી લીધા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ આલમગીરની પહેલી પત્ની સલમા દિલ્હી પહોંચી ગઈ. બંને ત્યાં જ એક સાથે રહેતી હતી.

આ દરમિયાન દિલ્હીમાં રહેતા આલમગીર બકરીદના અવસર પર પોતાના ગામમાં આવ્યો. જાણકારી મળતા જ 9 જુલાઇની બપોરે બંને પત્નીઓ એક સાથે આલમગીરના ઘરે એટલે કે પોતાના સાસરે પહોંચી ગઈ. કોઈ વાતને લઈને ત્રણેય વચ્ચે વિવાદ થવા લાગ્યો. આ વિવાદ દરમિયાન સલમાએ છરો કાઢીને પતિ આલમગીર પર જીવલેણ પ્રહાર કરી દીધો. હુમલામાં આલમગીર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. કોઈક પ્રકારે આલમગીરને તેના પરિવારજનો સારવાર માટે ગરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, પરંતુ તેની ગંભીર હાલત જોતા ડૉક્ટરે સીધો PMCH રેફર કરી દીધો.

PMCH જવા દરમિયાન રસ્તામાં જ આલમગીરનું મોત થઈ ગયું. જાણકારી મળતા પહોંચેલી પોલીસે શબને કબજામાં લઈને છપરા સદર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી. સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરતા સાલમા અને અમીનાની આલમગીરની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. ભેલ્દીના SHO સંતોષ કુમારે જણાવ્યું કે, આ બાબતે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. બંને પત્નીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તો આ ઘટના બાબતે મઢૌરાના DSP નરેશા પાસવાને જણાવ્યું કે બેલવાલિયામાં પતિની છરો મારીને હત્યા કરવાના આરોપ મૃતકના પરિવારજનોએ બંને પત્નીઓ પર લગાવી છે. ઘટનાના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp