ડબલ મર્ડર, 2 મહિલાઓની ગોળી મારીને કરી દેવાઇ હત્યા

PC: news18.com

રાજધાની દિલ્હીમાં બદમાશોને નીડર થઈ ગયા છે. અહીં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘટનામાં 2 મહિલાઓના મોત થઈ ગયા છે. બદમાશોએ બંને મહિલાઓને ગોળી મારી છે. જો કે, ગોળી મારનારા બદમાશોની ઓળખ થઈ શકી નથી. મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હીના આર.કે. પુરમ વિસ્તારની આ ઘટના છે. ફાયરિંગની આ ઘટના શનિવારે મોડી રાત્રે થઈ હતી. ઘટના બાદ આર.કે. પુરમના આંબેડકર વસ્તીમાં સનસની ફેલાઈ ગઈ.

દિલ્હીના સાઉથ વેસ્ટ DCP મનોજે જણાવ્યું કે, આર.કે. પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર વસ્તી વિસ્તારમાં અજાણ્યા હુમલાવરોએ 2 મહિલાઓની ગોળી મારીને હત્યા કરી દીધી. તેમણે જણાવ્યું કે, મૃતકોની ઓળખ પિંકી (ઉંમર 30 વર્ષ) અને જ્યોતિ (ઉંમર 29 વર્ષ)ના રૂપમાં થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવર બંને યુવતીઓના ભાઈની તપાસ કરવા માટે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ પૈસાની લેવડ-દેવડનો મામલો લાગી રહ્યો છે. હાલમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

બીજી તરફ ફાયરિંગ પાછળનું કારણ અત્યારે સ્પષ્ટ  થઈ શક્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, 2 જૂથોમાં વિવાદના કારણે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ફાયરિંગ બાદ ઘટનાસ્થળ પર અફરાતફરી મચી ગઈ અને ત્યારબાદ 2 મહિલાઓના ગોળી લાગવાથી મોત થઈ ગઈ ગયા. હાલમાં આખી ઘટનાની તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસ મુજબ સવારે 4 વાગીને 40 મિનિટ પર પોલીસને ફોન આવ્યો હતો.

ફરિયાદકર્તાએ કહ્યું કે, 2 બહેનોને ગોળી મારવામાં આવી છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને જોયું કે જ્યોતિ અને પિંકી નામની 2 મહિલાઓની ગોળી મારવામાં આવી. બંનેને એસ.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તો આ ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હેરાની વ્યક્ત કરી અને શોક વ્યક્ત કર્યો છે. પરિવારજનો મુજબ, ભાઈને બદમાશ ગોળી મારવાના હતા, પરંતુ તેમની સામે બંને બહેનો આવી ગઈ. ત્યારબાદ બદમાશોએ તેમને જ ગોળી મારી દીધી. ગોળી લગતા જ બંને બહેનો જમીન પર પડી ગઈ.

તેમને પાસે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે બદમશો પાસેથી જ્યોતિ અને પિંકીના ભાઈએ 15 હજાર રૂપિયા લીધા હતા. આ પૈસાઓને બદમાશ સવારે લેવા આવ્યા હતા. જ્યોતિ અને પિંકીની ભાભીએ જણાવ્યું કે બદમાશોએ ઘટના દરવાજાને ઘણી વખત ધક્કો આપ્યો, પરંતુ દરવાજો કોઈએ ન ખોલ્યો. ત્યારબાદ બદમશોએ ફરી સવારે 4:30 વહીએ આવ્યા. ફરી દરવાજો ખખડાવ્યો. આ વખત ઘરના પરિવારજનોએ દરવાજો ખોલી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp