ઔવેસીએ કહ્યું- UCC અમારી પર ઠોકી બેસાડવામાં આવી રહ્યું છે, કાયદા પંચને વિનંતી..

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે AIMIMના પ્રમુખ અને સાસંદ અસદુદ્દદીન ઔવેસીએ લગાતર પોતાનો મત વ્યકત કરી રહ્યા છે.ઔવેસીએ 14 જુલાઇ, શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે અમે નિવૃત્ત જસ્ટિસ ગોપાલ ગૌડાના કાયદાકીય અભિપ્રાય સાથે અમારો જવાબ કાયદા પંચને મોકલી દીધો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના વકીલ નિઝામ પાશાએ આ જવાબ તૈયાર કરવામાં મદદ કરી હતી.ઔવેસીએ કહ્યુ UCC અમારા પર ઠોકી બેસાડવામાં આવી રહ્યો છે.

ઓવૈસીએ કાયદા પંચના નોટિફિકેશન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે નોટિફિકેશનમાં કાયદા પંચે લોકોના મંતવ્યો પૂછ્યા છે, કોઈ પ્રસ્તાવ આપ્યો નથી. મોદી સરકાર પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું કે કાયદા પંચ પાંચ વર્ષ બાદ ફરીથી UCC પર કવાયત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દરેક ચૂંટણી પહેલા આવું થાય છે, જેથી આવનારી ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય.

AIMIM સાંસદ ઓવૈસીએ કહ્યું કે અમારું માનવું છે કે આ એક પોલિટીકલ એક્સરસાઇઝ  છે. તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા જનતાનું ધ્યાન મોંઘવારી, ગરીબી, બેરોજગારી, ચીન જેવા મુદ્દાઓથી હટાવવામાં આવે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરવા માટે રચાયેલી સમિતિ કલમ 44નું સીધું ઉલ્લંઘન છે.

તેમણે કહ્યું કે ઇસ્લામમાં  કબુલ છે બોલવામાં આવે છે જ્યારે હિંદુઓમાં એવું નથી. જ્યારે ધાર્મિક વિધિઓ પૂર્ણ થાય છે, ત્યારે લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લોમાં મહિલાઓને લગ્ન તુટવા પર વધુ અધિકાર છે. અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે, ઇસ્લામમાં સૌ પ્રથમ મહિલાઓને સંપત્તિમાં ભાગ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે ઇસ્લામમાં મહિલાને પતિ અને પિતા બંનેથી સંપત્તિ મળે છે. ઇસ્લામમાં પત્નીની કમાણીમાં પતિનો કોઇ હિસ્સો હોતો નથી. હિંદુ મહિલાઓને આ બધું મળતું નથી.

ઓવૈસીએ કહ્યું કે UCC પર ચાલી રહેલી ચર્ચા બહુમતી સમુદાયના વિચારોને થોપવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે અમે કાયદા પંચને વિનંતી કરીએ છીએ કે તેઓ રાજકીય પ્રોપેગંડાનો ભાગ ન બને. તેમણે કહ્યું કે જસ્ટિસ ગોપાલ ગૌડાના મતે ઉત્તરાખંડ UCC બનાવી શકે નહીં. તેમણે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડનો સમાન નાગરિક સંહિતા અદાલતોમાં કાયદેસર રીતે માન્ય ન હોઈ શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.