ઔવેસીએ કહ્યું- UCC અમારી પર ઠોકી બેસાડવામાં આવી રહ્યું છે, કાયદા પંચને વિનંતી..

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે AIMIMના પ્રમુખ અને સાસંદ અસદુદ્દદીન ઔવેસીએ લગાતર પોતાનો મત વ્યકત કરી રહ્યા છે.ઔવેસીએ 14 જુલાઇ, શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે અમે નિવૃત્ત જસ્ટિસ ગોપાલ ગૌડાના કાયદાકીય અભિપ્રાય સાથે અમારો જવાબ કાયદા પંચને મોકલી દીધો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના વકીલ નિઝામ પાશાએ આ જવાબ તૈયાર કરવામાં મદદ કરી હતી.ઔવેસીએ કહ્યુ UCC અમારા પર ઠોકી બેસાડવામાં આવી રહ્યો છે.
ઓવૈસીએ કાયદા પંચના નોટિફિકેશન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે નોટિફિકેશનમાં કાયદા પંચે લોકોના મંતવ્યો પૂછ્યા છે, કોઈ પ્રસ્તાવ આપ્યો નથી. મોદી સરકાર પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું કે કાયદા પંચ પાંચ વર્ષ બાદ ફરીથી UCC પર કવાયત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દરેક ચૂંટણી પહેલા આવું થાય છે, જેથી આવનારી ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય.
AIMIM સાંસદ ઓવૈસીએ કહ્યું કે અમારું માનવું છે કે આ એક પોલિટીકલ એક્સરસાઇઝ છે. તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા જનતાનું ધ્યાન મોંઘવારી, ગરીબી, બેરોજગારી, ચીન જેવા મુદ્દાઓથી હટાવવામાં આવે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરવા માટે રચાયેલી સમિતિ કલમ 44નું સીધું ઉલ્લંઘન છે.
તેમણે કહ્યું કે ઇસ્લામમાં કબુલ છે બોલવામાં આવે છે જ્યારે હિંદુઓમાં એવું નથી. જ્યારે ધાર્મિક વિધિઓ પૂર્ણ થાય છે, ત્યારે લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લોમાં મહિલાઓને લગ્ન તુટવા પર વધુ અધિકાર છે. અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે, ઇસ્લામમાં સૌ પ્રથમ મહિલાઓને સંપત્તિમાં ભાગ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે ઇસ્લામમાં મહિલાને પતિ અને પિતા બંનેથી સંપત્તિ મળે છે. ઇસ્લામમાં પત્નીની કમાણીમાં પતિનો કોઇ હિસ્સો હોતો નથી. હિંદુ મહિલાઓને આ બધું મળતું નથી.
ઓવૈસીએ કહ્યું કે UCC પર ચાલી રહેલી ચર્ચા બહુમતી સમુદાયના વિચારોને થોપવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે અમે કાયદા પંચને વિનંતી કરીએ છીએ કે તેઓ રાજકીય પ્રોપેગંડાનો ભાગ ન બને. તેમણે કહ્યું કે જસ્ટિસ ગોપાલ ગૌડાના મતે ઉત્તરાખંડ UCC બનાવી શકે નહીં. તેમણે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડનો સમાન નાગરિક સંહિતા અદાલતોમાં કાયદેસર રીતે માન્ય ન હોઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp