ઉદ્ધવ સરકાર મને જેલમાં મોકલવા માંગતી હતી, કમિશનરને આપી હતી જવાબદારીઃ DyCM ફડણવીસ

PC: punjabkesari.in

મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસે ખુલાસો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરે સરકાર તેમને જેલમાં મોકલવા માંગતી હતી. DyCM ફડણવીસે કહ્યું કે, આ ટાર્ગેટ પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને આપવામાં આવ્યો હતો. DyCM ફડણવીસે કહ્યું કે, જોકે તેમણે કંઈ ખોટું કર્યું નથી, જેના કારણે પોલીસ કમિશનરને સફળતા મળી નથી. એક ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન DyCM ફડણવીસે આ વાત કહી.

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહાવિકાસ આઘાડી સરકારે તત્કાલિન મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને મને જેલમાં ધકેલી દેવાનો ટાર્ગેટ આપ્યો હતો. સરકારે મને કોઈક રીતે ફસાવીને મારી સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. DyCM ફડણવીસે કહ્યું કે, આ સત્ય છે અને તમે કોઈપણ પોલીસ અધિકારીને પૂછી શકો છો. DyCM ફડણવીસે કહ્યું કે, મેં કંઈ ખોટું કર્યું નથી, તેથી જ તેઓ સફળ થઈ શક્યા નથી. DyCM ફડણવીસે કહ્યું કે, તેમની ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ અંગત દુશ્મની નથી પરંતુ તેમણે મારા ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. જો તેઓ BJP સાથે ગઠબંધન કરવા માંગતા ન હતા (2019ની વિધાનસભા ચૂંટણી પછી), તો તેમણે મને કહેવું જોઈતું હતું.

DyCM ફડણવીસે કહ્યું કે, તાજેતરમાં એક કાર્યક્રમમાં મારી વાહિની (ઉદ્ધવ ઠાકરેની પત્ની સ્મિતા ઠાકરે)ની સાથે મુલાકાત થઇ હતી, મેં તેમને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મારી શુભકામનાઓ જણાવો, કારણ કે આ જ મહારાષ્ટ્રની સંસ્કૃતિ છે અને હું તેને છોડી શકતો નથી. અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે CM એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને પોતાની પાર્ટી બનાવી હતી, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. CM એકનાથ શિંદેએ BJPના સમર્થનથી સરકાર બનાવી અને રાજ્યના નવા CM બન્યા. CM શિંદેની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને DyCM બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં, મહાવિકાસ અઘાડીની સરકાર પડી અને CM એકનાથ શિંદેની પાર્ટી અને BJP સત્તામાં આવ્યા પછી 1986 બેચના IPS અધિકારી સંજય પાંડેની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે.

અહીં તમને જણાવી દઈએ કે, DyCM દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કહ્યું હતું કે, અગાઉની સરકાર બદલાની ભાવના સાથે કામ કરી રહી હતી. મેં ગૃહમાં પેનડ્રાઈવ રજૂ કરી હતી, જેમાં વકીલો અને કેટલાક નેતાઓ ખોટા કેસો બનાવીને અમને જેલમાં નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. (ભાજપના નેતાઓ) ગિરીશ મહાજન, પ્રવીણ દરેકરને નિશાન બનાવવામાં આવ્યા હતા, પ્રસાદ લાડને નિશાન બનાવવામાં આવ્યા હતા અને મને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સંજય પાંડેને કોઈક રીતે મને જેલમાં ધકેલી દેવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp