પાકિસ્તાનને પૂછાય તો તે પણ કહી દેશે શિવસેના કોની છેઃ ઉદ્ધવ ઠાકરે

PC: ndtv.com

મહારાષ્ટ્રમાં શિવસેના પર ભલે એકનાથ શિંદેનો અધિકાર થઈ ગયો છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે તેને લઈને સતત પ્રહાર કરી રહ્યા છે. તેમણે ફરી એક વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યો છે. જલગાંવમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા ઉદ્ધવ ઠાકરેએ સભાને સંબોધિત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે, જલગાંવમાં જે માહોલ છે, તેનાથી ખબર પડી ગયું કે અસલી શિવસેના કોની છે. પાકિસ્તાનને પૂછવામાં આવે તો તે પણ કહી દેશે કે શિવસેના કોની છે, પરંતુ આપણે ત્યાં કેટલાક લોકોને મોતિયા થઈ ગયા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પંચને મોતિયા થઈ ગયા છે. શિવસેના કોની છે. એ ચૂંટણી પંચને સમજ પડતી નથી. કેટલાક લોકોને લાગ્યું કે એ જ શિવસેના છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 40 ગદ્દાર (શિંદે ગ્રુપના ધારાસભ્ય) ગયા, તેનાથી કંઈ ફરક પડતો નથી, જેમને ચૂંટીને આપ્યા, તેઓ ગદ્દાર થઈ ગયા, પરંતુ તેમને ચૂંટનાર મારી સાથે છે. તેમને જે રીતે ઘોડા પર ચડાવવામાં આવ્યા, એ જ પ્રકારે ઉતારવાનો સમય આવી ગયો છે.

તેમણે આગળ કહ્યું કે, સત્ય બોલો તો પોલીસ પાછળ લગાવી દેવામાં આવે છે. હું પોલીસન કહેવા માગું છું, તમે પણ ખેડૂતના પુત્ર છો. મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારનો અર્થ સંકટ. તેમની સરકાર બનતા જ વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો. બાળ ઠાકરેના નામનો ઉપયોગ કરીને ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, તેઓ બાપ બદલે છે અને ચોરે છે. ભાજપ મારા માટે પડકાર નથી. ભાજપથી થનારું નુકસાન અમારા માટે પડકાર છે.

ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. પુલવામાં હુમલાને લઈને સત્યપાલ મલિકે સાચું કહ્યું તો તેમની પાછળ CBI લગાવી દેવામાં આવી. રાજનૈતિક ફાયદા માટે સૈનિકોનો ઉપયોગ કર્યો. રાહુલ ગાંધીએ અદાણી પર પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ કોણ આપશે? વડાપ્રધાનનો મિત્ર બીજા નંબરનો અમીર કઈ રીતે થયો? વિપક્ષી નેતા સવાલ પૂછે છે તો જેલમાં નાખી દેવામાં આવે છે. કેટલા લોકોને જેલમાં નાખશો. એક વખત જેલ ભરો આંદોલન જ કરીએ છીએ.

મોંઘવારી અત્યારે પણ ઓછી થઈ નથી. અમે હિન્દુત્વ અત્યારે પણ છોડ્યું નથી. ન તો છોડીશું. ભાજપવાળા બતાવે કે તેમનું હિન્દુત્વ કેવું છે. હિન્દુત્વ શું છે, ભાજપને ખબર જ નથી. રાજ્યમાં મહિલાઓ પર કેસ કરવામાં આવી રહ્યું છે. વૈશાલી શિંદેને મારવામાં આવી, એ જ તમારું હિન્દુત્વ છે. ચૂંટણી ક્યારેય પણ થઈ શકે છે. ભાજપવાળા જાહેર કરે, શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડશો? તમે ચોરેલું ધનુષ-બાણ લઈને આવો, હું પોતાનું નામ અને મશાલ લઈને આવીશ. જોઈએ મહારાષ્ટ્ર કોને વોટ આપે છે. અત્યારે ચૂંટણી કરાવી લો. અમારી પૂરી તૈયારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp