શું ગૌમૂત્ર છાંટવાથી દેશને આઝાદી મળી હતી? ઉદ્ધવનો શિંદે કેમ્પ અને BJP પર પ્રહાર

PC: ndtv.com

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રત્નાગિરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી એકનાથ શિંદે કેમ્પ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, શું ગૌમૂત્ર છાંટવાથી આપણાં દેશને આઝાદી મળી હતી? શું એમ થયું કે ગૌમૂત્ર છાંટવામાં આવ્યું અને આપણને આઝાદી મળી? એમ નહોતું. સ્વતંત્ર સેનાનીઓએ બલિદાન આપ્યું, ત્યારે આપણને આઝાદી મળી. સરદાર પટેલે RSS પર પ્રતિબંધ લગાવ્યો, તેમણે સરદાર પટેલનું નામ ચોર્યું.

એ જ પ્રકારે તેમણે સુભાષ ચંદ્ર બોઝને ચોરી લીધા અને બાળાસાહેબ ઠાકરે સાથે પણ એવું જ કર્યું. હું તેમને પડકાર આપું છું કે તેઓ મોદીના નામ પર વોટ માગે, ન કે શિવસેના અને બાળાસાહેબ ઠાકરેની ફોટોના આધાર પર. એક જનસભાને સંબોધિત કરવા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના માટે સમર્થન માગ્યું. તેમણે કહ્યું કે, આજે મારી પાસે કશું જ નથી, પરંતુ તમે લોકો છો. એ મારા પૂર્વજોના મારા પર આશીર્વાદ છે. મને તમારા સાથની જરૂરિયાત છે. ગદ્દારોને કહેવા માગું છું કે તમે નામ ચોરી શકો છો, ચિહ્ન ચોરી શકો છો, પરંતુ શિવસેનાને નહીં ચોરી શકો.

તેમણે આગળ કહ્યું કે, લોકોએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે લોકો અમારા 'ધનુષ અને બાણ' (પાર્ટી ચિહ્ન)ને ચોરીને વોટ માગવા આવે, તેઓ ચોર છે. આપણે નક્કી કરવાનું છે કે જેમનો સ્વતંત્રતા સંગ્રામ સાથે કોઇ સંબંધ નથી અને પશુ પ્રવૃત્તિ છે તેમને વર્ષ 2024માં દફન કરી દેવા જોઇએ. આપણે શપથ લેવાના છે કે, ભારત માતાને ગુલામીની પકડમાં નહીં આવવા દઇએ. જો આપણે એમ નહીં કરીએ તો વર્ષ 2024ની ચૂંટણી છેલ્લી હશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર પણ નિશાનો સાધ્યો.

તેમણે કહ્યું કે, જો તમારી આંખોમાં મોતિયાબિંદ નથી થયા તો આવો અને જોઇ લો. આ જ અસલી શિવસેના છે. આ ચૂંટણી પંચ નહીં, ગુલામ છે. શિવસેનાની રચના ચૂંટણી પંચના પિતાએ નહીં, મારા પિતાએ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણી પંચનો નિર્ણય અમને મંજૂર નથી. અમે સુપ્રીમ કોર્ટ ગયા. તેઓ કહેતા હતા કે હું કોરોનામાં ઘરથી બહાર નીકળ્યો નથી. હું કેવી રીતે નીકળતો, મને કોરોના હતો. પરંતુ મેં ઘર બેઠા જે કર્યું, તેઓ ઘર ઘર જઇને કરી શકતા નથી. મહારાષ્ટ્ર ડૂબતું જઇ રહ્યું છે, પરંતુ તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના ભાષણ પર પલટવાર કરતા કહ્યું, ‘એ જ શબ્દ, એજ વાક્ય, એ જ નાટક (કમેન્ટ), કંઇ પણ નવું આ સભામાં સાંભળવા ન મળ્યું. સત્ય એ છે કે તેમની નાક નીચેથી 40 ધારાસભ્ય નીકળી ગયા. તેમનો ગુસ્સો અને નિરાશા છે. એ સિવાય તેમના ભાષણમાં હતાશા છે. એ જ સાંભળવા મળ્યું. એ સિવાય ભાષણમાં કંઇ નહોતું અને એવી હતાશા અને ટોન કસનારા ભાષણ પર કઇ બોલવાનું હું જરૂરી સમજતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp