ટિકિટ કપાતા ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા BJP ધારાસભ્ય, બોલ્યા-હું પાર્ટીના નિર્ણયથી...
ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 189 ઉમેદવારોની પહેલી લિસ્ટ મંગળવારે રાત્રે જાહેર કરી દીધી. ભાજપે પોતાની પહેલી લિસ્ટમાં 52 નવા ચહેરાઓને ચાંસ આપ્યો છે. તો પાર્ટીએ ઘણા નેતાઓની પણ ટિકિટ કાપી છે, જેના કારણે પાર્ટીને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઊડુપીથી ધારાસભ્ય રઘુપતિ ભટની પણ ટિકિટ કાપી દેવામાં આવી છે, પરંતુ તેઓ તેનાથી દુઃખી નજરે પડ્યા. ઊડુપીથી ધારાસભ્ય રઘુપતિ ભટ, જેમને વિધાનસભાની ચૂંટણી લડવાની ટિકિટ આપવામાં આવી નથી, તેમણે બુધવારે કહ્યું કે, પાર્ટી દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વ્યવહારથી ખૂબ પીડા થઈ છે.
રઘુપતિ ભટે ઊડુપીમાં પોતાના આવાસ પર સંવાદદતાઓને કહ્યું કે, હું પાર્ટીના નિર્ણયથી દુઃખી નથી, પરંતુ જે પ્રકારે પાર્ટીએ મારી સાથે વ્યવહાર કર્યો છે, તેનથી હું દુઃખી છું. આ દરમિયાં મીડિયા સાથે વાત કરતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રઘુપતિ ભટે કહ્યું કે, પાર્ટીની જિલ્લા એકાઈના અધ્યક્ષે પણ તેમને પાર્ટીના નિર્ણય બાબતે સૂચિત કરવા માટે ફોન ન કર્યો અને તેમને ટીવી ચેનલોથી તેની જાણકારી મળી. અમિત શાહે ફોન કરીને જગદીશ શેટ્ટરને પરિવર્તનો બાબતે સૂચિત કર્યા હતા.
તેમણે કહ્યું કે, મને આશા નથી કે અમિત શાહ મને બોલાવશે, પરંતુ ઓછામાં ઓછા જિલ્લા અધ્યક્ષે તો એમ કરવું જોઈતું હતું. જો મને માત્ર મારી જાતિના કારણે ટિકિટ આપવામાં આવી નથી, તો હું તેના માટે રાજી નથી. એમ પ્રતીત થાય છે કે, ભાજપને તેમના જેવા લોકોની જરૂરિયાત નથી, જેમણે અથાગ પરિશ્રમ કર્યો કેમ કે, પાટી દરેક જગ્યાએ વધી છે. તેમણે સૌથી મુશ્કેલ સમયમાં પણ પાર્ટી માટે કામ કર્યું છે અને તેમને જે અવસર મળ્યા છે, તેના માટે હું આભારી છું.
પાર્ટીના સત્તાવાર ઉમેદવાર યશપાલ સુવર્ણાને ‘માય બોય’ કહેતા રઘુપતિ ભટે કહ્યું કે, તેમણે પાર્ટીમાં યશપાલ સુવર્ણાના આગળ વધવાનું હંમેશાં સમર્થન કર્યું છે. પોતાની સાથે ભાજપના વર્તન બાબતે વાત કરતા રઘુપતિ ભટે કહ્યું કે, તેઓ એટલા આઘાતમાં છે કે તેઓ પોતાના આગામી પગલાં પર તાત્કાલિક કોઈ નિર્ણય ન લઈ શક્યા. બીજી તરફ રઘુપતિ ભટના સેકડો સમર્થક તેમની આગામી યોજનાઓ બાબતે જાણવા માટે તેમના આવાસ પાસે જમા થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp